પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાએ ગોડસેને દેશભક્ત કહ્યો

PC: twitter.com

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના એક નિવેદનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યા એ અલગ મુદ્દો છે, પરંતુ જ્યાં સુધી તેમણે ગોડસેને સમજ્યો અને વાંચ્યો છે, તે પણ એક દેશભક્ત હતો. ત્રિવેન્દ્રસિંહ રાવતે વધુમાં કહ્યું કે તેઓ ગાંધીજીની હત્યા સાથે સહમત નથી.

7 જૂને મીડિયા સાથે વાતચીત દરમિયાન પૂર્વ CM રાવતે અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમના પ્રયાસોથી કોંગ્રેસ પાર્ટીને કોઈ ફાયદો થશે નહીં. રાહુલ ગાંધી પોતાની પાર્ટીની બગડતી હાલત જોઈને હતાશા અને માનસિક તણાવમાં બોલી રહ્યા છે. માનસિક તણાવમાંથી પસાર થતી વ્યક્તિને જનતા ક્યારેય સ્વીકારશે નહીં.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું- નાથુરામ ગોડસે દેશભક્ત હતો, તેમની દેશભક્તિ પર શંકા કરી શકાય નહીં. પરંતુ રાહુલ ગાંધી કયો ગાંધીવાદ કરી રહ્યા છે? ગાંધીજીએ જે સ્વદેશીની વાત કરી, તેઓ કયા સ્વદેશની વાત કરી રહ્યા છે. તેઓ તેમના જનોઈના દોરાને બહાર લટકાવીને ગાંધીવાદી બનવા માગે છે. જનતા એમને સમજે છે. રાહુલ ગાંધી દેશની છબી ખરડાવવાની વાત કરી રહ્યા છે, બીજું કંઈ નથી કરી રહ્યા.

CM કેજરીવાલ-અખિલેશ યાદવની બેઠક પર પણ ટિપ્પણી કરતા ત્રિવેન્દ્ર રાવત બલિયા પહોંચ્યા હતા અને તે જ દિવસે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ સમાજવાદી પાર્ટીનું સમર્થન મેળવવા અખિલેશ યાદવને મળવા આવ્યા હતા. આ અંગે પણ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે અરવિંદ કેજરીવાલથી મોટો ડ્રામા કરી શકે તેવો બીજો કોઈ નેતા નથી અને હવે અખિલેશ તેમની પાસેથી ડ્રામા શીખવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp