પાડોશીએ રચ્યું 'મરઘાની હત્યાનું કાવતરું', મહિલાની ફરિયાદથી પોલીસ ચોંકી ઉઠી

PC: twitter.com

છત્તીસગઢના બિલાસપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ઘાયલ મરઘાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને તેના પાડોશી પર મરઘાની ચોરી કરવાનો અને તેને મારીને કાપીને ખાવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓને ઘાયલ મરઘો બતાવ્યો. પીડિત મહિલાની ફરિયાદ સાંભળીને પોલીસ સ્ટેશનની પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહિલાએ આરોપી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. સમગ્ર મામલો જિલ્લાના રતનપુર વિસ્તારનો છે.

રતનપુરના સિલદહા ગામની રહેવાસી જાનકીબાઈ બિંજવારે પોલીસને જણાવ્યું કે તે ઘરેલું મરઘા પાળવાનું કામ કરે છે. તેના ઘરમાં મરઘાઓ છે, જે અહીં-તહીં ફરતા રહે છે. મહિલાના કહેવા પ્રમાણે, તેના એક પાડોશીએ તેના મરઘાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા અને મરઘાને છોડીને ચાલ્યા ગયા. જેના કારણે મરઘો ઘાયલ થઈ ગયો. પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

પીડિત મહિલા જાનકીબાઈએ આરોપ લગાવ્યો કે તેના પડોશીઓ બુગલ અને દુર્ગાએ મળીને મરઘાને પકડીને તેને મારીને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન મહિલાએ તેમને આવું કરતા જોયા અને દોડીને તેમની પાસે પહોંચી. મહિલાએ મરઘાને તેમના હાથમાંથી છોડાવ્યો અને તેને પાછો લાવી, જેના કારણે તે ઘાયલ થઈ ગયો છે. મહિલા જાનકી બાઈએ જણાવ્યું કે અગાઉ પણ તેમણે આ રીતે મરઘો ચોરી કર્યો હતો. આ ઘટનાને લઈને પડોશીઓ સાથે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ તેમની સાથે ગાળાગાળી કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

રતનપુર પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રસાદ સિન્હાનું કહેવું છે કે મહિલા તેના ઘાયલ મરઘાને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. મહિલાની ફરિયાદ લઈ તેને સમજાવવામાં આવી છે. તેની ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp