કંગાળ થયો ભાગેડું નીરવ મોદી? લંડનમાં કહ્યું- મારી પાસે નથી દંડ ભરવાના પૈસા

PC: khabarchhe.com

હીરાના વેપારી અને ઉદ્યોગપતિ નીરવ મોદી ભારતમાંથી ફરાર છે. તેઓ આ દિવસોમાં લંડનમાં છે. હવે તેમણે કહ્યું છે કે તેમની પાસે દંડ ભરવા માટે પૂરતા પૈસા પણ નથી. ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ દાવો કર્યો છે કે તેમણે 1,50,000 પાઉન્ડથી વધુ એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે ઉધાર લેવા પડી રહ્યા છે.

નીરવ મોદી ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં વોન્ટેડ છે. 52 વર્ષીય નીરવ મોદી ગયા વર્ષે અંદાજિત 2 બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડના કેસમાં ભારતને પ્રત્યાર્પણ કરવા સામે યુકેની સુપ્રીમ કોર્ટમાં તેની કાનૂની લડાઈ હારી ગયો હતો. દરમિયાન, નીરવ દક્ષિણ-પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે જ્યાંથી તે ગુરુવારે પૂર્વ લંડનમાં બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી માટે વીડિયો લિંક દ્વારા હાજર થયો.

લંડનની હાઈકોર્ટે તેને તેની પ્રત્યાર્પણની અપીલનો ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે હજુ બાકી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોર્ટના દંડ માટે પ્રક્રિયાગત સુનાવણીમાં મેજિસ્ટ્રેટે છ મહિનામાં સમીક્ષા સુનાવણીના એક મહિના પહેલા £10,000 ચૂકવવાની મંજૂરી આપી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે આ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવા માંગે છે. નીરવે કોર્ટને જણાવ્યું કે તે પૈસા ઉધાર લઈ રહ્યો છે કારણ કે તેની પાસે પૂરતા પૈસા નથી અને પ્રત્યાર્પણની કાર્યવાહી દરમિયાન ભારતમાં તેની મિલકતો જપ્ત કરી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp