સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન, પોલીસકર્મીએ મારી હતી ગોળી

ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસને આજે ASIએ ગોળી મારી દીધી હતી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું વધુ લોહી વહી જવાને કારણે નિધન થયું હતું. આજે તેઓ એક કાર્યક્રમમાં શામેલ થવા ગયા હતા અને જેવા કાર બહાર નીકળી રહ્યા હતા, તેમના પર પોલીસકર્મીએ ગોળીઓ ચલાવી દીધી હતી અને તેમને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન નિધન થઇ ગયું હતું.

મંત્રી સૌથી અમીર પ્રધાન હતા, 1 કરોડનું સોનું તો મંદિરમાં દાન કર્યું

એક જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઇ લડ્યા બાદ મોતને ભેટેલા ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસ પ્રભાવશાળી અને પટનાયક સરકાના સૌથી અમીર મંત્રી હતા.

ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબ કિશોર દાસ પર રવિવારે સુરક્ષામાં તૈનાત એક આસિટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI)એ નબદાસની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. મંત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નબ દાસ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા અને તેમની ગણતરી ઓરિસ્સા કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. બાદમાં નબ દાસે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસથી અલગ થયા બાદ તેઓ રાજ્યના શાસક બીજુ જનતા દળ (BJD)માં જોડાયા હતા.

નબ કિશોર દાસ કોંગ્રેસ છોડીને BJDમાં આવ્યા તો અહીં પણ દબદબો ઓછો ન થયો. મુખ્યમંત્રી નવીન પટનાયકે નબ દાસને પોતાની સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવો ભારે ભરખમ વિભાગ સોંપી દીધો. નબ દાસની ઓળખ એક ગ્રાઉન્ડ લેવલના એટલે કે જમીની સ્તરના નેતાની રહી હતી અને નવીન પટનાયકની કેબિનેટના કદાવર ચહેરઓમાંના એક હતા.

ઓરિસ્સા સરકારના મંત્રી નબ દાસ તાજેતરમાં જ ભારે દાન આપીને ચર્ચામાં આવ્યા હતા.તેમણે મહારાષ્ટ્રના એક મંદિરમાં એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સોનાનો કળશ દાનમાં આપ્યો હતો. મંત્રી દાસે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં 1.7 કિલો સોના અને 5 કિલો ચાંદીથી બનેલા કળશનું દાન કર્યું જે દેશના પ્રસિદ્ધ શનિ મંદિરોમાંનું એક છે.

નબ દાસની ગણતરી ઓરિસ્સાના સૌથી અમીર મંત્રીઓમાં થાય છે અને તેઓ લકઝરી કારના શોખીન છે.તેમના કારના શોખની વાતનો આના પરથી અંદાજ આવશે કે તેમની પાસે 80 વાહન છે, જેમની અંદાજિત કિંમત 16 કરોડ રૂપિયા છે. તેમની પાસેની કારના કાફલામા 1.14 કરોડની કિંમતની મર્સિડીઝ બેન્ઝ કાર પણ છે.

નબ દાસે જ્યાં કરોડો  રૂપિયા અને ઇન્વેસ્ટમેન્ટ છે તો તેમની પત્ની પણ સંપત્તિના મામલામાં પાછળ નથી. નબ દાસની પત્ની પાસે 30 કરોડ રૂપિયાની સંપત્તિ છે. શેરબજારમાં પણ પત્નીના નામે મોટું રોકાણ છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.