જ્યોર્જ સોરોસના નિવેદન પર પી. ચિદમ્બરમે કહ્યું- હું તેની વાત સાથે સહમત નથી

PC: twitter.com

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે શનિવારે અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસની ‘લોકશાહીના પુનરુત્થાન’ વાળી ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. સતત ટ્વીટ્સ કરી , ભૂતપૂર્વ નાણામંત્રીએ અબજોપતિ ઉદ્યોગપતિ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ સોરોસની મોટાભાગની વાત સાથે અસંહમત છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભૂતકાળમાં જ્યોર્જ સોરોસ દ્વારા કહેવામાં આવેલી મોટાભાગની વાતો સાથે હું સહમત નથી. અને હવે તે જે પણ કરી રહ્યા છે તેની સાથે પણ હું સહમત નથી. ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પછાડવાની તેમની ટિપ્પણી બાલિશ નિવેદન છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, ભારતની જનતા નક્કી કરશે કે કોણ સરકારમાં રહેશે અને કોણ બહાર રહેશે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, તેમને ખબર ન હતી કે મોદી સરકાર એટલી નબળી છે કે તેને 92 વર્ષના એક અમીર વિદેશી નાગરિકના નિવેદનોથી પાડી શકાય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જ્યોર્જ સોરોસને અવગણવા અને નૂરીલ રૌબિનીને સાંભળવા કહ્યું. રૌબિનીએ ચેતવણી આપી હતી કે, ભારત ઝડપથી મોટા ખાનગી જૂથો દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે, જે સંભવિતપણે સ્પર્ધાને દબાવી શકે છે અને નવા પ્રવેશ કરનારાઓને મારી શકે છે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, વિદેશી શક્તિઓ ભારતની લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, જ્યોર્જ સોરોસે ભારતના લોકતાંત્રિક માળખાને તોડી પાડવા માટે ભંડોળની જાહેરાત કરી છે અને તે દરેક વ્યક્તિ જાણે છે કે તે કોને ભંડોળ આપે છે, કોને પૈસા મોકલે છે. તેમણે કહ્યું, જ્યોર્જ સોરોસે જાહેરાત કરી છે કે તેઓ પીએમ મોદીને ઝૂકાવી દેશે અને ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડશે. દેશના તમામ નાગરિકો, સંગઠનો અને રાજકીય પક્ષોને યોગ્ય જવાબ આપવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp