વન નેશન,વન ઈલેક્શન પર મોદી સરકારે કમિટી બનાવી,પૂર્વ રાષ્ટ્રપતિને અધ્યક્ષ બનાવાયા

ફાઈનલી મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન પર કમિટી બનાવી દીધી અને કમિટીના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવવામાં આવ્યા છે. 18-22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરવાના એક દિવસ બાદ જ આ સમાચાર આવ્યા છે, ત્યારે એવું કહેવાય રહ્યું છે કે, આ વિશેષ સત્રમાં વન નેશન વન ઈલેક્શન પર બિલ સરકાર લાવી શકે છે.

કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. કારણ છે કે આ દરમિયાન મોદી સરકાર સંસદમાં ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ લઈને આવી શકે છે. સંસસદનું વિશેષ સત્ર બોલાવવાના નિર્ણયથી વિપક્ષ ગુસ્સે ભરાયું છે, પરંતુ આ ‘વન નેશન વન ઈલેક્શન’ છે શું? જેના પર હોબાળો મચ્યો છે અને આખું વિપક્ષ એકજૂથ ઊભું છે. ‘વન નેશન વન ઈલેક્શન’નો સીધો અર્થ છે કે દેશમાં થનારી બધી ચૂંટણી એક સાથે કરાવી દેવામાં આવે, આઝાદી બાદ કેટલાક વર્ષો સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે સાથે જ થતી હતી, પરંતુ ત્યારબાદ સમય અગાઉ વિધાનસભાઓ ભંગ થવા અને સરકાર પડી જવાના કારણે આ પરંપરા તૂટી ગઈ હતી, પરંતુ હવે સીધો સવાલ છે કે ‘વન નેશન વન ઈલેક્શન’ બિલને લાગૂ કરવાના નફો અને નુકસાન શું હશે?

‘વન નેશન વન ઈલેક્શન’ના શું તે ફાયદા?

‘વન નેશન વન ઈલેક્શન’ની વકીલાત પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે. તેના પક્ષમાં કહેવામાં આવે છે કે ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ લાગૂ થવાથી દેશમાં દર વર્ષે થનારા ચૂંટણી પર થનારી ભારે ધનારાશી બચી જશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1951-52 લોકસભાની ચૂંટણીમાં 11 કરોડ રૂપિયા ખર્ચ થાય હતા, જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 60 કરોડ રૂપિયાની ભારેભરકમ ધનરાશિ ખર્ચ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે તેનાથી દેશના સંસાધન બચશે અને વિકાસની ગતિ ધીમી નહીં પડે.

‘વન નેશન વન ઈલેક્શન’ના સમર્થન પાછળ એક એ પણ તર્ક છે કે ભારત જેવા વિશાળ દેશમાં દર વર્ષે ક્યાંક ને ક્યાંક ચૂંટણી થતી રહે છે. આ ચૂંટણીના આયોજનમાં આખી આખી સ્ટેટ મશીનરી અને સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ બિલ લાગૂ થવાથી ચૂંટણીઓમાં વારંવારની તૈયારીઓથી છુટકારો મળી જશે. આખા દેશમાં ચૂંટણી માટે એક જ વોટર લિસ્ટ હશે, જેથી સરકારના વિકાસ કાર્યોમાં રૂકાવટ નહીં આવે. ‘વન નેશન વન ઈલેક્શન’નું સમર્થન કરનારાઓનું કહેવું છે કે દેશમાં વારંવાર થનારી ચૂંટણીના કારણે આદર્શ આચાર સંહિતા લાગૂ કરવી પડે છે.

તેનાથી સરકાર સમય પર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી કે અલગ-અલગ યોજનાઓને લાગૂ કરવામાં પરેશાની આવે છે. તેનાથી હકીકતમાં વિકાસ કાર્ય પ્રભાવિત થાય છે. ‘વન નેશન વન ઈલેક્શન’ના પક્ષમાં એક તર્ક એ પણ છે કે, તેનાથી કાળાધન અને ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં મદદ મળશે. ચૂંટણી દરમિયાન વિભિન્ન રાજનૈતિક પાર્ટીઓ અને ઉમેદવારો પર બ્લેક મનીના ઉપયોગનો આરોપ લાગતો રહે છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ લાગૂ થવાથી આ સમસ્યાથી ઘણી હદ સુધી છુટકારો મળશે.

‘વન નેશન વન ઈલેક્શન’થી શું થઈ શકે છે નુકસાન?

કેન્દ્ર સરકાર ભલે ‘વન નેશન વન ઈલેક્શન’ના પક્ષમાં હોય, પરંતુ તેના વિરોધમાં ઘણા મજબૂત તર્ક આપવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જો આ બિલ લાગૂ થાય છે તો તેનાથી કેન્દ્રમાં બેઠી પાર્ટીને એકતરફી લાભ થઈ શકે છે. જો દેશમાં સત્તામાં બેઠી કોઈ પાર્ટીનો સકારાત્મક માહોલ બનેલો છે તો તેનાથી આખા દેશમાં એક જ પાર્ટીનું શાસન થઈ શકે છે જે ખતરનાક થશે. તેની વિરુદ્ધ તર્ક એવો પણ આપવામાં આવી રહ્યો છે કે તેનાથી રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીઓ વચ્ચે મતભેદ હજુ વધારે વધી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ‘વન નેશન વન ઈલેક્શન’થી રાષ્ટ્રીય પાર્ટીઓને મોટો ફાયદો પહોંચી શકે છે, જ્યારે નાની પાર્ટીઓને નુકસાન થવાની સંભાવના છે. જો ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ હેઠળ આખા દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવે તો તેનાથી સંપૂર્ણ સંભાવના રહેશે કે ચૂંટણીના પરિણામોમાં મોડું થઈ શકે છે. ચૂંટણીના પરિણામોમાં મોડું થવાથી દેશમાં રાજનૈતિક અસ્થિરતા વધશે, તેનું પરિણામ સામાન્ય લોકોને ચૂકવવું પડશે.

સંવૈધાનિક અને ઢાંચાગત પડકારો:

આ બિલ લાગૂ કરવાનો માર્ગ સફળ નથી. પૂર્ણ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય કુરેશીનું કહેવું છે કે બિલના અમલીકરણ કરવા માટે સંવૈધાનિક, ઢાંચાગત અને રાજનૈતિક ચૂંટણીઓ બનેલી છે. કોઈ પણ વિધાનસભા કે લોકસભાનો કાર્યકાળ એક પણ દિવસ વધારવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે કે પછી રાષ્ટ્રપતિ શાસન લાવવું પડશે. એ સિવાય જે રાજ્યોમાં સરકાર વચ્ચે કાર્યકાળમાં જ ભંગ થઈ જશે ત્યાં સંવૈધાનિક વ્યવસ્થા કેવી રીતે થશે? એ સિવાય વિધાનસભાનો કાર્યકાળ ઘટાડવા કે વધારવાની સર્વસંમતિ કેવી રીતે બનશે?

જાણકારોનું કહેવું છે કે સંસદના વિશેષ સત્રમાં ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ થઈ શકે છે. તેના પર સંવિધાન વિશેષજ્ઞ દેશ દીપક વર્માનું કહેવું છે કે, આ બિલ એટલું સરળ નથી. તેને એક પૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. મને લાગે છે કે જો આ વિશેષ સત્રમાં આ બિલ લાવવામાં આવશે તો તેને વૈચારિક બિંદુ તરીકે લાવવામાં આવશે. રાજનૈતિક વિશેષજ્ઞ મનીષ ગૌતમ કહે છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં વધારે મહિના બચ્યા નથી. એવામાં મને લાગે છે કે ચૂંટણીથી થોડા મહિના અગાઉ જ આટલો મોટો ચૂંટણી સુધાર થશે.

આપણે તેના માટે તેની સંવૈધાનિક પ્રક્રિયા સમજવી પડશે. આ બિલ લાગૂ કરવા અગાઉ તેને ઘણા ચરણોથી પસાર થવું પડશે. આ બંને સદનોથી ઘણા બિલ પાસ થવા જરૂરી છે. ત્યારબાદ ઓછામાં ઓછા 15 રજ્યોની વિધાનસભાઓથી તેને અનુમોદિત કરાવવા પડશે. રાજ્યમાંથી એ તૃતીયાંશ વિશેષ બહુમતથી આ બિલ પાસ કરાવવું સરકાર માટે સૌથી મોટો પડકાર હશે. જો I.N.D.I.A. ગઠબંધન એક સાથે આ સંશોધન બિલનો વિરોધ કરે છે તો તે પડી જશે.

સંવિધાન વિશેષજ્ઞ PDT આચાર્યનું કહેવું છે કે સંવિધાન હેઠળ લોકસભા અને વિધાનસાઓને 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. 5 વર્ષની અવધિ પૂરી થવા અગાઉ કોઈ સદનને ભંગ કરવા માટે આવશ્યક મંજૂરી લેવી પડે છે. કેન્દ્ર સરકાર આર્ટિકલ 356 હેઠળ જ હસ્તક્ષેપ કરી શકે છે. સરકારની ભલામણ પર જ કોઈ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થવા અગાઉ જ ભંગ કરી શકાય છે કે પછી આર્ટિકલ 356 હેઠળ કેન્દ્રની સરકાર જ એસેમ્બલી ભંગ કરી શકે છે. જો કે, અત્યારે એ જોવું પડશે કે શું હકીકતમાં સંવિધાનમાં સંશોધનની જરૂરિયાત પણ છે કે નહીં.

તેમનું કહેવું છે કે, સંવિધાનિક સંશોધન આર્ટિકલ 368 હેઠળ થાય છે. જો સદનમાં બહુમતના દમ પર બિલ પાસ પણ થઈ જાય છે તો ત્યારબાદ રાજ્યની મંજૂરી પણ જરૂરી છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે કયા પ્રકારે બિલ લઈને આવવાનું છે. સંવિધાનમાં સ્પષ્ટ લખ્યું છે કે કાર્યકાળ સમાપ્ત થવા અગાઉ એસેમ્બલીનો માત્ર ત્યારે જ ભંગ કરી શકાય છે જ્યારે ત્યાંની સ્થાનિક સરકાર રાજ્યપાલને ભલામણ કરે. કેન્દ્ર સરકાર આર્ટિકલ 356 હેઠળ હસ્તક્ષેપ કરી શકે છે, નહિતર નહીં.

સંવિધાનના અનુચ્છેદ 85 હેઠળ સંસદનું સત્ર બોલાવવાનું પ્રાવધાન છે. એ હેઠળ સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવે છે, જેના માધ્યમથી સાંસદો (સંસદ સભ્યો)ને એક સત્રમાં બોલાવવામાં આવે છે.

આ સંશોધનની કેમ જરૂર?

આઝાદી બાદ વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતા હતા. ત્યારબાદ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ સમય અગાઉ જ ભંગ કરી દેવામાં આવી. ત્યારબાદ વર્ષ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી. તેનાથી એક સાથે ચૂંટણીની પરંપરા તૂટી ગઈ. ઑગસ્ટ 2018માં ‘વન નેશન વન ઈલેક્શન’ પર લૉ કમિશનનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું હતું કે દેશમાં બે ચરણમાં ચૂંટણી કરાવી શકાય છે.

પહેલા ફેઝમાં લોકસભા સાથે જ કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને બીજા ફેઝમાં બાકી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, પરંતુ તેના માટે કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ વધારવો પડશે તો કેટલીકનો સમય અગાઉ ભંગ કરવો પડશે અને આ બધુ સંવિધાન સંશોધન વિના સંભવ નથી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.