- National
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેમ કહ્યું- મેં પૂરું કર્યું નહેરુનું કાર્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેમ કહ્યું- મેં પૂરું કર્યું નહેરુનું કાર્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્બન નક્સલ પર આક્રમક રીતે ભડક્યા હતા. પર્યાવરણ મંત્રીઓના સંમેલનમાં તેમણે કહ્યું કે રાજનીતિક સમર્થનવાળાં અર્બન નક્સલ દ્વારા ઘણા વર્ષો સુધી વિકાસના કર્યોમાં અડચણ ઉભી કરી હતી. તેમણે કહ્યું કે રાજનીતિક સમર્થન પ્રાપ્ત શહેરી નક્સલવાદીઓએ ગુજરાતમાં ઘણા વર્ષો સુધી નર્મદા નદી પર સરોવર બંધના નિર્માણમાં અડચણ ઉભી કરી હતી. તેમનો દાવો હતો કે આ પર્યાવરણને નુકશાન કરશે.
PMએ કહ્યું કે આજે આ બંધ બનીને તૈયાર છે તો તમે જોઈએ શકો છો કે તેમના દાવા કેટલા પોકળ સાબિત થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર દેશનો વિકાસ સંભવ નથી. પરંતુ આપણે જોવું જોઈએ કે પર્યાવરણની મંજૂરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને કેવી રીતે ગુંચવવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ આઝાદી બાદ તરત જ કાયવમાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આ મામલે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પંડિત નેહરુએ શિલાન્યાસ કર્યો હતો પરંતુ શહેરી નક્સલ મેદાનમાં આવી ગયા હતા. ખોટા પ્રચાર કરવામાં આવ્યો હતો કે પર્યાવરણ વિરોધી આ બંધ છે. જે કામની શરૂઆત નહેરુ દ્વારા કરવામાં આવી હતી તે કામ મારા આવ્યા પછી પૂરું થયું હતું.

