PM મોદીએ શશિ થરૂરને કહ્યું- ધન્યવાદ... સંસદમાં હાજર વિપક્ષી દળો પણ હસી પડ્યા

PC: twitter.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન એક એવી ઘટના સામે આવી જ્યારે સંસદમાં હાજર તમામ સાંસદો હસવાનું રોકી શક્યા નહીં. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનો આભાર. આ સાંભળીને તમામ સાંસદો હસવા લાગ્યા.

વાસ્તવમાં PM મોદી બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા. જોકે થોડા સમય બાદ શશિ થરૂર ગૃહમાં પાછા આવ્યા. શશિ થરૂરને જોઈને PM મોદીએ તેમને કહ્યું, 'થેંક યૂ શશિ જી...'. આ સાંભળીને તમામ સાંસદો હસવા લાગ્યા. ભાજપના સાંસદોએ 'હો ગયા કોંગ્રેસ મે બંટવારા'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. જો કે, થોડા સમય બાદ રાહુલ ગાંધી પણ કોંગ્રેસના અન્ય સાંસદો સાથે ગૃહમાં પાછા આવી ગયા.

ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના પતન અંગે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. મને ખાતરી છે કે ભવિષ્યમાં માત્ર હાર્વર્ડમાં જ નહીં પણ મોટી યુનિવર્સિટીઓમાં પણ કોંગ્રેસના પતન પર અભ્યાસ થશે. PM મોદીએ આ પ્રસંગે દુષ્યંત કુમારની એક પંક્તિ પણ કહી. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે આ લાઇન ખૂબ જ ફિટ બેસે છે, 'તુમ્હારે પાંવ કે નીચે કોઈ જમીન નહીં, કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીન નહીં.'

PM મોદીએ ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "છેલ્લી સદીમાં, હું પણ કાશ્મીર ગયો હતો અને આતંકવાદીઓએ પોસ્ટર લગાવ્યા હતા કે - કોણ છે એવું, જેણે માનું દૂધ પીધું છે જે લાલ ચોક પર તિરંગો ફરકાવશે. મેં તે વર્ષે 23મી જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે 26મી જાન્યુઆરીએ હું આવીશ, સુરક્ષા અને બુલેટ પ્રૂફ જેકેટ વિના આવીશ અને ત્રિરંગો ફરકાવીશ…" PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ પણ થોડા દિવસો પહેલા કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. તેમણે હવે ફરક સ્પષ્ટપણે દેખાયો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp