અજમેર શરીફ દરગાહમાં ચઢાવવા PM મોદીએ મોકલી ચાદર, ટ્વીટ કરીને કહી આ વાત

PC: khabarche.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર મોકલી છે. તેમને મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્યને ચાદર સોંપી છે. તમને જણાવી દઈએ કે સૂફી સંતોમાંના એક ચિશ્તીની પુણ્યતિથિ પર આ ઉર્સનું આયોજન કરવામાં આવે છે. તેમને 'ગરીબ નવાઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉર્સ દરમિયાન અહીં લોકોની ભારે ભીડ એકઠી થાય છે.

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'અજમેર શરીફ દરગાહમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર સોંપી.' જણાવી દઈએ કે PM મોદી દર વર્ષે આ આયોજન માટે પરંપરાગત ચઢાવા તરીકે ચાદર ચઢાવતા રહે છે.

ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હુસૈન ખાને આ માહિતી આપી છે કે મોરચા પ્રમુખ જમાલ સિદ્દીકી બુધવારે અજમેર જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ ચાદર ચઢાવશે. હુસૈન ખાને એમ પણ કહ્યું કે PM મોદીએ દેશની સમૃદ્ધિની કામના કરીને આ ચાદર આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp