ડ્રીમ-11 પર દોઢ કરોડ જીતનાર પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસ વિભાગે આ કારણ આપ્યું

PC: twitter.com

પૂણેમાં એક પોલીસ કોન્સ્ટેબલ ફેન્ટસી ગેમિંગ એપ ડ્રીમ11 પર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. પરંતુ આ ખુશીની સાથે તેની પાસે દુખની ખબર પણ સામે આવી છે. ડ્રીમ11 પર ટીમ બનાવવા બદલ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પૂણે ચિંચવડ પોલીસે તેની સામે દુર્વ્યવહાર અને પોલીસ વિભાગની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે અને તેની સામે કાર્યવાહી કરી છે. પહેલા  ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા અને હવે તપાસમાં ખબર પડી છે કે, પોલીસકર્મીએ મંજૂરી મેળવ્યા વગર ઓનલાઈન ગેમ રમી હતી અને કથિતપણે પોલીસની વર્દી પહેરીને મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એટલે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. પોલીસકર્મી પર ડ્યૂટી પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેના પર એવો પણ આરોપ લાગ્યો હતો કે, તે ડ્યૂટી દરમિયાન સટ્ટાબાજીમાં પણ ધ્યાન લગાવતો હતો.

આખો મામલો એવો છે કે, પૂણે પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરના પદ પર ફરજ બજાવતા એક વ્યક્તિએ Dream 11માં નસીબ અજમાવી જોયું અને દોઢ કરોડ રૂપિયાનું ઈનામ પણ જીતી લીધું. જીતનું સેલિબ્રેશન સમાપ્ત પણ થયું નહોતું કે ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી આપી. તપાસ કરવામાં આવશે કે પોલીસ સર્વિસમાં રહેતા લોટરી રમવું નિયમોનું ઉલ્લંઘન છે કે નહીં. મીડિયા રિપોર્ટ મુજબ, ઘટના પિંપરી ચિંચવાડની છે. ત્યાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેંડે છેલ્લા 3 મહિનાથી Dream 11 એપ પર સટ્ટો લગાવી રહ્યો હતો.

10 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ થઈ હતી. તેમાં સોમનાથે પોતાની ટીમ બનાવી. એવું નસીબ ચમક્યું કે તેની ટીમ પહેલા નંબર પર પહોંચી ગઈ, જેના માટે તેને દોઢ કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું. ખબર ફેલાઈ તો વિભાગે સોમનાથને નોટિસ મોકલી દીધી. ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં એ જાણકારી મેળવવામાં આવશે કે સર્વિસમાં લોટરી રમવું નિયમોની વિરુદ્ધ તો નથી.

એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા સોમનાથે અપીલ કરી છે કે ઓનલાઇન ગેમિંગ જોખમ ભરેલી છે, એટલે બધાએ આ ગેમથી સાવધાન રહેવું જોઈએ. તેની ટેવ પડવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સબ ઇન્સ્પેક્ટર સોમનાથને ક્રિકેટમાં ખૂબ રસ છે. વર્લ્ડ કપના કારણે તેના પર પણ ક્રિકેટનો ફીવર ચડ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થવાના થોડા મહિના અગાઉ તેના પર ઓનલાઈન ગેમ Dream 11નું ઝનૂન સવાર થઈ ગયું. તેણે સૂક્ષ્મતથી ખેલાડીઓનું વિશ્લેષણ કર્યું. ત્યારબાદ ડ્રીમ ઇલેવન પર ટીમ બનાવી અને તેમાં દોઢ કરોડ જીત્યો પણ ખરો, પણ હવે તેને ઝટકો મળી ગયો છે.

મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી શહાબુદ્દીન નામના ટ્રક ડ્રાઇવરે પણ આ વર્ષે એપ્રિલમાં Dream 11 પર દોઢ કરોડ રૂપિયા જીત્યા હતા. શહાબુદ્દીને કોલકાતા અને પંજાબ વચ્ચે IPL મેચમાં ટીમ બનાવી હતી. જેમાં તે પહેલા નંબર પર રહ્યો અને આ કારણે તેને દોઢ કરોડ રૂપિયાની ઇનામી રકમ પોતાના નામે કરી હતી. શહાબુદ્દીને આ ટીમને બનાવવામાં માત્ર 48 રૂપિયા ખર્ચ કર્યા હતા. તે લગભગ 2 વર્ષથી આ ઓનલાઇન ગેમિંગ એપ પર પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. માનો બે વર્ષમાં એક વખત તેનો તુક્કો લાગી ગયો. જરૂરી નથી કે બધાનો લાગે એટલે તમે એ કરવા પહેલા 100 વખત વિચારી લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp