Video:રાહુલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને રાહુલે ઘરે બોલાવી જાતે ખાવાનું પિરસ્યુ
દિલ્હીના આઝાદપુર માર્કેટમાં શાકભાજી વેચનાર રામેશ્વર સિંહનો વાયરલ વીડિયો જોયા બાદ રાહુલ ગાંધીએ તેમને મળવા માટે બોલાવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે તેમને મળ્યા હતા, જેનો વીડિયો તેમણે આજે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની લિંક શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે રામેશ્વર એવા ભારતનો અવાજ છે જેની પીડા, મુદ્દાઓ અને પડકારો આજે મુખ્ય પ્રવાહની ચર્ચાથી દૂર છે.
રાહુલે કહ્યું કે, એ ભારતનો અવાજ સાંભળવો અને સંઘર્ષો સાથે સામનો કરવામાં સાથ આપવોએ આપણા બધાની નૈતિક ફરજ છે. શાકભાજીવાળા રામેશ્વર સિંહે આ મુલાકાતને કૃષ્ણ અને સુદામા મુલાકાત તરીકે બતાવી હતી.
શાકભાજી વેચનારા રામેશ્વર સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી. મુલાકાત વખતે રામેશ્વરે કહ્યુ હતું કે મારું મન ઉછળી ઉછળીને વારંવાર કહેતુ હતું કે એક વખત ચોક્કસ સર સાથે મુલાકાત થશે. એના પર રાહુલ ગાંધીએ તેમને ટોકીને કહ્યું કે, મને તમે સર કહીને શું કામ સંબોધન કરો છો? મારું નામ રાહુલ છે અને તમે મને રાહુલ કહીને બોલાવી શકો છો. એ પછી રામેશ્વરે સિંહે કહ્યું કે હું ઘણી મહેનત કરું છું, પરંતુ મને જોઇએ તેટલું મહેનતનું ફળ મળતું નથી. રાહુલે કહ્યું કે, હા, તમે ઘણી મહેનત કરો છો.
એ પછી રામેશ્વર સિંહે કહ્યુ કે, સરકાર જ એવી છે કે કોઇ સાંભળનારુ જ નથી. તમે મારી વાત સાંભળી એટલે હું આવ્યો છું.રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં રામેશ્વર સિંહે એમ પણ કહ્યુ કે, જે લોકો ગરીબ છે તે વધુ ગરીબ થઇ રહ્યા છે અને જે અમીર છે તે વધુ અમીર બનતા જાય છે.વીડિયોમાં જોઇ શકાય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શાકભાજીવાળાને પોતાના હાથે ખાવાનું પીરસી રહ્યા છે. રાહુલ ગાંધીએ એ દરમિયાન રામેશ્વરની પત્નીને પણ જમવા માટે પુછ્યું હતું, પરંતુ તેણીનો ઉપવાસ હતો એટલે રાહુલે તેમને ફળ આપ્યા હતા.
રામેશ્વરજીની કહાનીની શરૂઆત એક ન્યૂઝ મીડિયા હાઉસના રિપોર્ટથી થી હતી, તેમના દુખને આખા દેશે જોયું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ન્યૂઝ મીડિયા હાઉસ ફરી રામેશ્વરજી પાસે પહોંચ્યું હતું અને તેમની સાથે વાત કરી હતી, ત્યારે ઈન્ટરવ્યૂમાં રામેશ્વરજીએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શું રાહુલ સર સાથે વાત થઈ શકે છે. હું તેમને વારંવાર આભાર કહેવા માગુ છું. હું તેમને મળવા માગું છું. જો રાહુલજી મારા જેવા નાના માણસને મળે તો આ મારું સૌભાગ્ય હશે.
રાહુલ ગાંધી સાથે વાતચીત દરમિયાન રામેશ્વરસિંહે પોતાની ગરીબી અને જીવનશૈલી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ જ્યારે શહેર આવ્યા હતા, ત્યારે એ વિચારીને આવ્યા હતા કે અહિયા શાંતિ હશે. પરંતુ દિલ્હી આને તેમનું જીવન વધુ મુશ્કેલ થઈ ગયું. તેમણે કહ્યું કે, બે સમય ખાવા માટે પૂરી મહેનત કરે છે. ક્યારેક ક્યારેક બંને સમયનું જમવાનું મળી જાય છે, પરંતુ ક્યારેક નથી મળતું, ત્યારે પાણી પી લઉં છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp