રેલમંત્રીની જાહેરાત, રેલવેમાં થશે 4 લાખ ભરતી, 2 મહિનામાં પૂરી થશે પ્રોસેસ

PC: twitter.com/PiyushGoyal

ઇન્ડિયન રેલવેમાં કામ કરવા માંગતા લોકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. રેલવેમાં ટૂંક સમયમાં 4 લાખ નવી નોકરીઓ માટે ભરતી ચાલુ થવાની છે. આ નોકરીઓ માટેની પ્રોસેસ 2 મહિનામાં પૂરી થઇ જશે, તેવું રેલમંત્રી પિયૂષ ગોયલનું કહેવું છે. તેમનું કહેવું છે કે, રેલવેમાં હાલમાં 1.32 લાખ લોકોની જરૂરિયાત છે. તેમણે પ્રેસ કોન્ફરન્સના મારફતે આ માહિતી આપી હતી.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, 1.5 લાખ લોકોને ઇન્ડિયન રેલવે ટૂંક સમયમાં નિયુક્ત કરવા જઇ રહી છે. આગામી બે મહિનામાં રેલવેના વિવિધ ઝોનમાં નિયુક્તિ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી 2 વર્ષમાં લગભગ એક લાખ લોકો રેલવેથી રિટાયર થઇ જવાના છે. એટલે 2.50 લાખ વિવિધ પદ માટે નિયુક્તિ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ હિસાબથી લગભગ 4 લાખ લોકોને રેલવે પોતાની તરફથી નોકરી પર રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp