રેમન્ડના ગૌતમ સિંઘાનીયા અને પત્ની વચ્ચે સમાધાન પડી ભાંગ્યું, જાણો કારણ

PC: businesstoday.in

દેશની જાણીતી કંપની રેમન્ડ ગ્રુપના CMD ગૌતમ સિંઘાનિયા અને તમના પત્ની નવાઝ મોદી નવેમ્બર 2023માં અલગ થઇ ગયા હતા. જાણવા મળેલી વિગત મુજબ સિંઘાનિયા અને તેમની પત્ની વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી હતી, જે નિષ્ફળ નિવડી છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગૌતમ સિંઘાનિયાના પત્ની નવાઝ મોદીએ સિંઘાનિયાની નેટવર્થમાંથી 75 ટકા ભાગ માંગ્યો છે. ગૌતમ સિંઘાનિયાની નેટવર્થ 11658 કરોડ રૂપિયા છે. નવાઝે સમાધાનમાં બાંધછોડ કરવાનો ઇન્કાર કરી દેતા વાત પડી ભાંગી હતી.

નવાઝની દલીલ છે કે ગૌતમ સિંઘાવિયા હિંદુ છે અને નવાઝ પોતે પારસી છે, તેમણે હિંદુ મેરેજ એક્ટ મુજબ લગ્ન નહોતા કર્યા તેને બદલે સ્પેશિયલ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા. હિંદુ એક્ટમાં પત્નીને 50 ટકા સંપત્તિમાં હિસ્સો મળી શકે છે,જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટમાં એવું નથી એટલે 75 ટકાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp