દુકાનદારની આંખો કાઢી, ગળું કાપ્યું, ઘરમાં લોહીથી ખરડાયેલી, બાંધેલી હાલતમાં લાશ..

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં એક કરિયાણાની દુકાનદારની લાશ ઘરની અંદરથી શંકાસ્પદ હાલતમાં બાંધેલી મળી આવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાદ મૃતકના ઘરમાં અફરાતફરીનો માહોલ છે.

હાપુડ જિલ્લાના હાપુડ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા લજ્જાપુરીની શેરી નંબર 10માં સ્થિત એક ઘરમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘરમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. ગુરૂવારે જ્યારે મૃતકના સાસરિયાઓ ઘરે પહોંચ્યા ત્યારે બહારથી તાળું જોતાં તેમને શંકા ગઈ હતી. ત્યાર પછી પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પોલીસ પહોંચી અને દરવાજો ખોલ્યો તો હાલત જોઈને બધા દંગ રહી ગયા. મૃતકના હાથ દોરડાથી બાંધેલા હતા, જેની લાશ જમીન પર પડી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ફોરેન્સિક ટીમે કેસની તપાસ શરૂ કરી હતી. આ મામલો પ્રોપર્ટી વિવાદ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકના બે ભાઈઓને કસ્ટડીમાં લીધા છે.

હાપુરના લજ્જાપુરીની શેરી નંબર 10માં રહેતો મુકેશ કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેણે બે દિવસથી દુકાન ખોલી ન હતી. જેના કારણે સૌને આશ્ચર્ય થયું હતું. ત્યારબાદ પાડોશીઓએ તેના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે દરવાજો તોડીને જોયું તો મુકેશનો મૃતદેહ લોહીથી લથપથ બાંધેલી હાલતમાં પડ્યો હતો. જેને જોઈને તેની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.

સ્થાનિક લોકોનું કહેવું છે કે મુકેશની દુકાન છેલ્લા બે દિવસથી બંધ હતી. માત્ર બે દિવસ પહેલા જ તે તેની પત્ની અને ત્રણ બાળકોને બુલંદશહેરના સ્માઇલપુર ગામમાં તેના સાસરિયાના ઘરે મૂકીને આવ્યો હતો. પરત ફર્યાના થોડા સમય પછી મુકેશનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. તેના સાસરિયાના લોકો તેનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરતા હતા. પરંતુ મુકેશનો ફોન બંધ હોવાથી તેની સાથે વાત થઈ શકી ન હતી.

પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં આ ઘટનાનો પર્દાફાશ થશે. આ ઘટનામાં નજીકના કોઈની સંડોવણી હોવાની આશંકા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.

માહિતી મળતાં જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. ASP રાજકુમારે કહ્યું કે એવું લાગે છે કે મુકેશ પર તવા વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના બંને ભાઈઓને કસ્ટડીમાં લીધા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp