સિક્કિમ CM: પાછલી સરકારે કરાવેલા ડેમના વાહિયાત નિર્માણને કારણે આપદા આવી

PC: ndtv.com

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા ભયાવહ પૂરમાં ચુંગથાંગ ડેમના તૂટવા પાછળ રાજ્યની પાછલી સરકાર જવાબદાર છે. આવું સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગનું કહેવું છે. તેમણે કહ્યું કે, ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ પાછલી રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવેલું ઘટિયા નિર્માણ છે. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે 1200 મેગાવોટનો હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વહી ગયો છે. સિક્કિમના મુખ્યમંત્રીએ આ વિપદા માટે પૂર્વ CM પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારને જવાબદાર ગણાવી છે. જણાવીએ કે, પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષોથી વધારે સમય માટે સત્તામાં રહ્યા હતા.

સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ચુંગથાંગ ડેમ સંપૂર્ણ રીતે વહી ગયો છે. આ કારણે રાજ્યના નીચલા બેલ્ટમાં વિપદા આવી છે. જણાવીએ કે, મંગળવારે રાતે સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી ભયંકર વિનાશ થયો છે. આ વિપદામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. જેમાં ઘણાં સૈન્ય જવાનો સામેલ છે. તો 16 જવાનો સહિત 103 લોકો ગુમ છે. દેશભરમાંથી આવેલા 3000થી વધારે પર્યટકો સિક્કિમમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 2500 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને 6000 લોકોને રાહત શિવિરમાં મોકલી દેવામાં આવ્યા છે.

મંગળવારે રાતે વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી ભયંકર વિનાશ થયો. લોકોના મનમાં એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે આખરે, આ વિનાશકારી પૂરનું કારણ શું હતું. આનું સૌથી મોટું કારણ સિક્કિમમાં વધારે માત્રામાં વરસાદ પડવાનું છે. આ ઉપરાંત ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લટને કારણે અચાનક તીસ્તા નદીમાં પાણીની જળસપાટી વધી ગઇ અને નદીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આ વિનાશકારી પૂરમાં સિક્કિમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બર્બાદ થયું છે. નેશનલ હાઈવે 10 પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સિક્કિમના મંગન, ગેંગટોક, પાકયોંગ, નામચી જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.

સિક્કિમના ઉપરી વિસ્તારોમાં એક ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવી ગયું અને અન્યમાં વિસ્ફોટ થયો. જેને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને બુધવારે તીસ્તા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો. જેને લીધે સિક્કિમમાં મોટા સ્તરે વિનાશ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp