ગજબ ટોપીબાજ, 3 લોકોએ મળીને ખોલી દીધી નકલી SBI બેંક, આ રીતે થયો પર્દાફાસ

PC: firstpost.com

કેટલીક વખત ગુના સાથે જોડાયેલી અજીબો-ગરીબ ઘટના સામે આવે છે. હવે એવી જ એક ઘટના તામિલનાડુથી સામે આવી છે, જ્યાં 3 લોકોએ મળીને ભારતીય સ્ટેટ બેંકની નકલી બ્રાન્ચ (SBI) ખોલી દીધી અને આ કોઈ 2-3 દિવસથી ચલાવી રહ્યા નહોતા, પરંતુ છેલ્લા 3 મહિનાથી SBIની નકલી બ્રાન્ચ ખોલી રાખી હતી. જો કે, તામિલનાડુ પોલીસે હવે આ લોકોની ધરપકડ કરી લીધી છે. તામિલનાડુ પોલીસે જણાવ્યું કે, એક અસામાન્ય ગુનામાં ભાગ લેવાના આરોપમાં પન્રુતિમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

3 લોકો 3 મહિનાથી SBIની નકલી બ્રાન્ચ ચલાવી રહ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક પૂર્વ બેંક કર્મચારીનો દીકરો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, ગુનેગાર ગતિવિધિનો માસ્ટરમાઈન્ડ કમલ બાબુ હતો. કમલ બાબુના માતા-પિતા બંને પૂર્વ બેન્ક કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ અગાઉ મોત થઈ ગયું હતું, જ્યારે તેની માતા 2 વર્ષ અગાઉ બેંકથી રિટાયર્ડ થઈ ચૂકી હતી. તો એક વ્યક્તિ પન્રુતિમાં એક પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. ત્રીજો રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો.

3માંથી એક વ્યક્તિ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, જેને ત્યાંથી બેંક સાથે જોડાયેલી બધી નકલી ચલણ અને દસ્તાવેજ છાપવામાં આવતા હતા. તેની સાથે જ રબર સ્ટેમ્પવાળી દુકાનથી બેંકના સ્ટેમ્પ વગેરે તૈયાર કરીને લગાવવામાં આવતા હતા, જેથી લોકોને તેમની છેતરપિંડીની શંકા ન જાય. નકલી બ્રાન્ચ ત્યારે શંકાના ઘેરામાં આવી ગઈ, જ્યારે એક SBI ગ્રાહકે પન્રુતિમાં શાખા જોઈ અને અસલી SBI બ્રાન્ચના મેનેજરને તેની ફરિયાદ કરી. નવી શાખા બાબતે જાણ્યા બાદ SBI ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા.

ત્યારબાદ કાર્યાલયે બેંક મેનેજરને તેની જાણકારી આપી. પન્રુતિમાં પહેલાથી જ બે SBI બ્રાન્ચ ખુલેલી હતી, એ છતા ગુનેગારોએ વધુ એક બ્રાન્ચ ખોલી દીધી. મેનેજરને પણ માત્ર 2 SBI બ્રાન્ચ બાબતે ખબર હતી. નવી ત્રીજી બ્રાન્ચ તેમના કાગળો પર ક્યાંય નહોતી. જ્યારે એ વાતની જાણકારી મોટા અધિકારીઓને થઈ તો તેની તપાસ કરવા માટે એ જગ્યાની મુલાકાત લીધી. જોવામાં તે એકદમ SBI જેવી હતી. ત્યારબાદ અધિકારીઓએ પોલીસને જાણકારી આપી, ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી. પોલીસ મુજબ કોઈ ટ્રાન્ઝેક્શન થયું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp