સોનિયા ગાંધીની તબિયત બગડી, હોસ્પિટલમાં એડમીટ કરાયા

PC: khabarchhe.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ફરી એકવાર દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તાવની ફરિયાદ પછી ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબો તેમની તપાસ કરી રહ્યા છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલે જારી કરેલા બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે,UPA ચેરપર્સન સોનિયા ગાંધીની ચેસ્ટ મેડિસીન ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલટન્ટ ડો. અરૂપ બાસુની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. સોનિયા ગાંધીને 2 માર્ચે તાવ આવ્યો હતો એ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબો લગાતાર તેમની સારવારમાં લાગેલા છે અને અનેક તપાસો કરવામાં આવી રહી છે. જો કે સોનિયા ગાંધીની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ દ્રારા કહેવામાં આવ્યું છે.

સોનિયા ગાંધીની તબિયત એવા સમયે લથડી છે જ્યારે તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર છે.રાહુલ ગાંધી બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા છે. રાહુલ ગાંધીએ પોતાના લેક્ચરમાં કહ્યું હતું કે, ભારતીય લોકતંત્ર જોખમમાં છે. અમે સતત એક પ્રેસરનો અનુભવ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ પર કેસ કરવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું કે મારા ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે. એવા એવા  કેસ કરવામાં આવી રહ્યા છે જે કેસ બનતા જ નથી. રાહુલે કહ્યું કે અમે અમારા બચવાના પ્રયાસ કરી રહ્યા છે. સાથે તેમણે એમ પણ કહ્યુ કે, વિપક્ષ નેતાઓનો ફોનમાં ઇઝરાયલનો પેગાસસ સોફ્ટવેર નાંખી દેવામાં આવ્યો છે.

રાહુલે કેમ્બ્રિજમાં કહ્યું કે ભારતમાં મીડિયા અને ન્યાયપાલિકા પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. લઘુમતી અને આદિવાસીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. સરકારની સામે કોઇ પણ જો ટીકા કરે તો તેને ધમકાવવામાં આવે છે.

રાહુલે ભારત યાત્રાના પ્રસંગ વર્ણવતા કહ્યું હતું કે જ્યારે હું કાશ્મીર પહોંચ્યો હતો ત્યારે સિક્યોરીટીના માણસો મારી પાસે આવ્યા હતા અને મને વિનંતી કરી હતી કે તમે કાશ્મીરની યાત્રા નહીં કરી શકો કારણકે તમારા પર ગ્રેનેડથી હુમલો થઇ શકે છે. રાહુલે કહ્યુ કે, હું તો યાત્રા કરીશ.

 આ પહેલાં પણ સોનિયા ગાંધીની તબિયત બગડવાને કારણે 5 જાન્યુઆરી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વાયરલ સંક્રમણને કારણે સોનિયા ગાંધીની તબિયત બગડી હતી. તે વખતે હોસ્પિટલમાં સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા ગાંધી વાઢ્રા હોસ્પિટલમાં તેમની સાથે હાજર રહ્યા હતા.

સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડો. ડી.એસ. રાણાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીની હાલત અત્યારે સ્ટેબલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp