મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહતની ખબર

PC: twitter.com/RahulGandhi

સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું હતું કે, કોર્ટે વધુમાં વધુ સજા આપવા માટે કયા કારણો આપ્યા છે. તેનાથી પણ ઓછી સજા આપી શકાઈ હોત. જેના કારણે સંસદીય ક્ષેત્રના લોકોના અધિકારો પણ અકબંધ રહેશે. આ પછી સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના જજનો આદેશ વાંચવો ખૂબ જ રસપ્રદ છે. આમાં તેમણે ઘણા ઉપદેશ આપ્યા છે. તે જ સમયે, સોલિસિટર જનરલે કહ્યું કે મારે કહેવું જોઈએ કે ઘણી વખત કારણો ન આપવાને કારણે સુપ્રીમ કોર્ટની ટીકા થાય છે, તેથી જ હાઈકોર્ટ વિગતવાર કારણો આપે છે. આવી ટિપ્પણીઓ થોડી નિરાશાજનક હોઈ શકે છે.

ન્યાયાધીશ ગવઈએ કહ્યું, અમે જાણીએ છીએ કે ટિપ્પણીઓ નિરાશાજનક હોઈ શકે છે, તેથી જ અમે તેને લખવામાં સમય લઈએ છીએ, સિવાય કે તે ખૂબ સ્પષ્ટ હોય. આ કોર્ટે તેમને સમય આપ્યો છે. તો બીજી તરફ રામ જેઠમલાણીએ કહ્યુ કે, રાહુલ ગાંધીની દલીલ છે કે તેમનો બદનામ કરવાનો કોઇ ઇરાદો નહોતો. જસ્ટિસ ગવઇએ કહ્યુ કે, અમે એ પુછી રહ્યા છે કે વધારેમાં વધારે સજા કરવાના કારણો કયા હતા? જો તેમને 1 વર્ષ 11 મહિનાનો સમય આપ્યો હતે તો કોઇ અયોગ્યતા નહીં કહેવાતે.

રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના દિવસે ચૂંટણી સભામાં કહ્યું હતુ કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનમે કોમન કેમ છે? બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદન સામે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી રેલીમાં કથિત રીતે મોદી સમાજનું અપમાન કર્યું છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યુ કે,આ નફરત સામે પ્રેમની જીત છે. સત્યમેવ જયતે, જય હિન્દ. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની ટિપ્પણી  ગૂડ ટેસ્ટમાં નહોતી.તેમનું નિવેદન સાચું ન હતું. જાહેર જીવનમાં આ બાબતે  તેમણે સાવધાન રહેવું જોઈએ. સાથે જ કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં એ સ્પષ્ટ નથી કર્યું કે મહત્તમ સજાની જરૂર કેમ છે? ન્યાયાધીશે મહત્તમ સજાનું કારણ સમજાવવું જોઈએ. આ કેસ નોન-કોગ્નિઝેબલ કેટેગરીમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp