9 વર્ષે ન્યાય ન મળતા ભાજપ નેતાના 91 વર્ષીય માતા પહોંચ્યા કોર્ટ, જજે આપ્યો આ આદેશ

PC: khabarchhe.com

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના પૂનામ્મલી જિલ્લાની વિશેષ અદાલતને બીજેપી નેતા વી. રમેશ હત્યા કેસની સુનાવણી બે મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. 'ઓડિટર રમેશ' તરીકે જાણીતા ભાજપના નેતા અને પ્રદેશ મહાસચિવ વી. રમેશની 2013માં તેમના ઘરની બહાર ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

વી. રમેશની 91 વર્ષીય માતાએ વિશેષ અદાલત દ્વારા કેસની ઝડપી સુનાવણીની માંગણી સાથે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ આરએન મંજુલાના ધ્યાનમાં આવ્યું કે આ કેસની સુનાવણી 50 થી વધુ વખત ટાળવામાં આવી છે, ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. જસ્ટિસ મંજુલાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ટ્રાયલમાં આટલો વિલંબ સ્થાનિક કોર્ટની અસંવેદનશીલતા દર્શાવે છે.

મદ્રાસ હાઈકોર્ટે પૂનમલ્લી ખાતેની વિશેષ અદાલતને બે મહિનામાં કેસની સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. આ મામલાની સુનાવણી દરરોજ થવી જોઈએ અને કોઈપણ સંજોગોમાં મામલો 2-3 દિવસથી વધુ મુલતવી રાખવો જોઈએ નહીં.

વી. રમેશની 91 વર્ષીય માતા વી. કમલાએ કોર્ટને જણાવ્યું કે આ કેસના તમામ મુખ્ય સાક્ષીઓ વરિષ્ઠ નાગરિકો છે અને તેમાંથી ઘણાની ઉંમર 80 વર્ષથી વધુ છે. આવી સ્થિતિમાં, શક્ય તેટલી વહેલી તકે તેમની જુબાની લેવાના પ્રયાસો કરવા જોઈએ.

ભાજપના નેતા વી. રમેશની 20 જુલાઈ 2013ના રોજ હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રમેશ રાત્રે 10 વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓને મળ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા. હત્યારાઓ તેના ઘરના કમ્પાઉન્ડમાં છુપાયેલા હતા. રમેશ કમ્પાઉન્ડમાં પ્રવેશતાની સાથે જ તેના પર હુમલો કર્યો હતો. ગરદન અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

રિપોર્ટ અનુસાર, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી અને 2014માં જ ચાર્જશીટ દાખલ કરી. ત્યારપછી જ્યારે પણ સુનાવણીની તક મળી ત્યારે મામલો સ્થગિત થતો રહ્યો અને એક-બે નહીં પરંતુ 50થી વધુ વખત મુલતવી રાખવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp