- National
- કર્ણાટક શપથગ્રહણ સમારોહ વિપક્ષનો શક્તિ પ્રદર્શન કાર્યક્રમ બનશે,આ નેતાઓને આમંત્રણ
કર્ણાટક શપથગ્રહણ સમારોહ વિપક્ષનો શક્તિ પ્રદર્શન કાર્યક્રમ બનશે,આ નેતાઓને આમંત્રણ
ઘણા દિવસોના હોબાળા બાદ આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના CM પદની જાહેરાત કરી દીધી છે. સિદ્ધારમૈયાને CM અને ડીકે શિવકુમારને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. આ સાથે શિવકુમાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે. બેંગલુરુમાં સાંજે 7 વાગ્યે વિધાનસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં સિદ્ધારમૈયાને વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ઔપચારિક રીતે ચૂંટવામાં આવશે. આ પછી કોંગ્રેસ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથ ગ્રહણ બેંગલુરુમાં 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે થશે જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ શપથ ગ્રહણ સમારોહ વિપક્ષની એકતા બતાવવાનું પ્લેટફોર્મ પણ બની રહેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કોંગ્રેસની કેન્દ્રીય હાઈકમાન્ડ અને વિપક્ષના તમામ મોટા નેતાઓ પણ એકત્ર થશે. મળતી માહિતી મુજબ કર્ણાટક કોંગ્રેસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને આમંત્રણ આપ્યું છે. આ સાથે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ, રાજસ્થાનના CM અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ, ઝારખંડના CM હેમંત સોરેન, તમિલનાડુના CM એમકે સ્ટાલિન, તેલંગાણાના CM કે ચંદ્રશેખર રાવને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

આ સાથે ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, એસપી ચીફ અખિલેશ યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે, બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા અને ઓડિશાના CM નવીન પટનાયકને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીને પણ શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ ભાજપ સરકારને એકતા બતાવવા માટે શપથગ્રહણ કાર્યક્રમમાં વિપક્ષના બધા નેતા આવી શકે છે અને આ શક્તિ

