મુંબઈના અસ્તિત્વ સામે ખતરો, યુનાઇટેડ નેશન્સે આપી ચેતવણી
UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે આપી કે જો આબોહવાનું સંકટ ચમત્કારિક રીતે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરી લેવામાં પણ આવે તો પણ સમુદ્રનું સ્તર નોંધપાત્ર રીતે વધશે, અને આ બાંગ્લાદેશ, ચીન અને ભારત જેવા દેશો માટે ખતરો છે.
ગુટેરેસે કહ્યું કે વિશ્વ વર્તમાન નીતિઓને કારણે તાપમાનમાં 2.8 ડિગ્રી સેલ્સિયસના વધારા તરફ આગળ વધી રહ્યું છે, જે એ દેશો માટે મૃત્યુની સજા જેવું છે, જેના પર વધુ જોખમ છે.
ગુટેરેસે જણાવ્યું કે પૃથ્વીના જળવાયું સંકટ એવા રાસ્તા પર આગળ વધવાની સંભાવના છે, જ્યાં સમુદ્રના સ્તરમાં વધારો થવાનો અર્થ છે કે ઘણા દેશો સામે અસ્તિત્વનું સંકટ ઉભું થશે. UNના વડાએ જણાવ્યું કે ડિગ્રીના દરેક અપૂર્ણાંક મહત્ત્વ ધરાવે છે, કારણ કે જો તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધે તો સમુદ્રનું સ્તર બમણું થઈ શકે છે.
UN સુરક્ષા પરિષદની બેઠકના પ્રારંભમાં દરિયાઈ સપાટીના વધારા પર બોલતા, તેમણે કહ્યું કે કાઉન્સિલની ભૂમિકા આબોહવા પરિવર્તન સામે લડવા માટે જરૂરી પગલાં માટે સમર્થન તૈયાર કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. આ બેઠકમાં 75 દેશોએ ભાગ લીધો. ગુટેરેસે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં બાંગ્લાદેશ, ચીન, ભારત અને નેધરલેન્ડ જેવા દેશો જોખમમાં છે.
આ ઉપરાંત, કૈરો, લાગોસ, માપુટો, બેંગકોક, ઢાકા, જકાર્તા, મુંબઈ, શાંઘાઈ, કોપનહેગન, લંડન, લોસ એન્જલસ, ન્યુયોર્ક, બ્યુનોસ આયર્સ અને સેન્ટિયાગો સહિત દરેક ખંડના મુખ્ય શહેરો આનાથી ગંભીર રીતે પ્રભાવિત થશે. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબ્લ્યુએમઓ) એ મંગળવારે ગુટેરેસના ડેટાને ટાંકીને અહેવાલ આપ્યો, જેમાં જણાવ્યું હતું કે જો તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી દેવામાં આવે છે તો વૈશ્વિક સરેરાશ દરિયાની સપાટી આગામી 2,000 વર્ષોમાં લગભગ બે મીટરથી ત્રણ મીટર (લગભગ 6.5 થી 9.8 ફૂટ) સુધી વધુ જશે. ડબલ્યુએમઓ અનુસાર, તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા પર દરિયાની સપાટી છ મીટર (19.7 ફૂટ) સુધી વધી શકે છે અને પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા પર 22 મીટર (72 ફૂટ) સુધી વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp