2021મા જે સીટ BJP પાસે હતી, તેને મમતા બેનર્જીએ પાછી છીનવી લીધી, જુઓ કેટલા મતોથી

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. પશ્ચિમ બંગાળની જે ધૂપગુડી સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, એ સીટને 2021મા ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, પરંતુ ત્યાં જીતેલા ઉમેદવાર બિષ્ણુ પદ રેનું નિધન થતા એ સીટ ખાલી પડી હતી અને તેના પર 5 સપ્ટેમ્બરે ચૂંટણી થઈ હતી, જેમાં આજે મમતા બેનર્જીની પાર્ટી TMCના ઉમેદવારે ભાજપ સામે ભવ્ય જીત મેળવીને સીટ પોતાના નામે કરી હતી. 2021મા આ સીટ પર ભાજપના ઉમેદવારને 104688 મત મળ્યા હતા, જેની સામે TMCના મિતાલી રોયને 100333 મત મળ્યા હતા. જ્યારે આજે પેટાચૂંટણીમાં TMCના ઉમેદવાર નિર્મલ રોયને 97613 મત મળ્યા છે, જેની સામે ભાજપના ઉમેદવાર તાપસી રોયને 93304 મત મળ્યા છે.
#WATCH | "North Bengal is totally with us...in Dhupguri, it was a seat of BJP and we won the election. I congratulate all the people of Dhupguri. So wherever BJP lost and INDIA party won, I congratulate all of them", says West Bengal CM Mamata Banerjee on Dhupguri Assembly… pic.twitter.com/87V56v9oyo
— ANI (@ANI) September 8, 2023
આ જીત બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ઉત્તર બંગાળ સંપૂર્ણ રીતે અમારી સાથે છે. ધૂપગુડીમાં આ ભાજપની સીટ હતી અને અમે ચૂંટણી જીતી. હું ધૂપગુડીના તમામ લોકોને શુભેચ્છા આપું છું અને સાથે જ જ્યાં પણ ભાજપ હારી અને INDIA પાર્ીટ જીતી તેને પણ શુભેચ્છા આપું છું.
દેશમાં INDIA અને NDA ગઠબંધનના શક્તિ પ્રદર્શન વચ્ચે 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે. એ બધા મટે ‘કભી ખુશી કભી ગમ’વાળા છે. ભાજપે કુલ 7 સીટોમાંથી 3 પર જીત હાંસલ કરી લીધી છે, પરંતુ ઉત્તર પ્રદેશની ઘોસીથી તેઓ સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો ભાજપમાં સામેલ થઈને ફરી ઉતરેલા દારા સિંહ ચૌહાણ બીજા નંબર પર રહ્યા.
એ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને એક એક સીટ મળી ગઈ છે. ડુમરી સીટથી ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર બેબી દેવી 15 હજાર વૉટથી જીતી ગયા છે. એનફોર્સમેન્ટ (ED)ની છાપેમારી અને ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેન માટે આ સારા સમાચાર છે. બંગાળની ધૂપગુંડી સીટ પર જરૂર સ્પર્ધા સખત જોવા મળી. અહી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ ચંદ્ર રૉય 4,000ની આસપાસ વૉટથી જ જીતી શક્યા. ભાજપના ઉમેદવાર તપસી રાય પણ 92 હજાર કરતા વધુ વોટ હાંસલ કરીને બીજા નંબર પર રહ્યા.
ભાજપ માટે સૌથી મોટી રાહત ત્રિપુરાના રહી છે, જ્યાં ધનપુર અને બૉક્સાનગર સીટો પર તે જીતી ગઈ છે. આ પ્રકારે રાજ્યમાં તેણે પોતાની સરકારનો ઇકબાલ કાયમ રાખવામાં સફળ થઈ છે. બોક્સનગરથી ભાજપે તફજ્જલ હુસેન અને ધનપુરથી બિંદુ દેબનાથને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. દેવભૂમિ ઉત્તરાખંડની બાગેશ્વર સીટ પર પણ ભાજપને જીત મળી ગઈ છે. અહી ભાજપના ઉમેદવાર પાર્વતી દાસે કોંગ્રેસ ઉમેદવાર વસંત કુમારને અઢી હજાર વૉટથી હરાવી દીધા. કોંગ્રેસને એકમાત્ર કેરળની પૂથુપલ્લી સીટ પર સારા સમાચાર મળ્યા છે.
અહી તેમના ઉમેદવાર ચાંડી ઓમાને લેફ્ટના જેક થૉમસને 37 હજાર વૉટના મોટા અંતરથી હરાવ્યા. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ઉમેદવારને પોતાના પિતા અને સીનિયર નેતા ઓમાન ચાંડીના નિધનના કારણે સહનુભૂતિનો ફાયદો પણ મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં પછાતોની રાજનીતિનું કેન્દ્ર બનેલી ઘોસી સીટ પર અખિલેશ યાદવને સફળતા મળી છે. સપાના ઉમેદવાર સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાણને હરાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી અગાઉ પછાતોની ઉપેક્ષાના નામ પર દારા સિંહ ચૌહાણ સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા હતા, પરંતુ ગત દિવસોમાં ફરીથી ભાજપમાં જ આવતા રહ્યા. એવામાં ધોસીમાં પછાત વર્ગની રાજનીતિનું કેન્દ્ર બની ગઈ હતી. આ જીતથી સમાજવાદી પાર્ટીના હોસલા જરૂર વધી શકે છે જે સતત 4 ચૂંટણીમાં હાટ બાદ નિરાશ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp