લોકોને લાલ કરવાની સાથે વધુ રડાવશે ટામેટા, ભાવ 300 રૂ. કિલો થવાની આશંકા

PC: jagaran.com

ટામેટા વિના રસોઈ કરવી અઘરી છે. પાછલા ઘણાં મહિનાઓથી ટામેટા લોકોને રડાવી રહ્યા છે. કિંમત ઓછી થવાની જગ્યાએ દિવસે ને દિવસે વધી રહી છે. એવી આશા લગાવવામાં આવી રહી હતી કે ટામેટાના ભાવ ઓછા થશે. પણ જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે, સામાન્ય માણસ ટામેટા ખાવા માટે 300 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ચૂકવવા તૈયાર રહે. ટામેટાની કિંમતો પાછલા એક મહિનાથી આકાશને આંબી રહી છે. ભારે વરસાદને કારણે ટામેટાના ઉત્પાદકોનું કહેવું છે કે, તેના ઉત્પાદન અને સપ્લાઈમાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે કિંમતો વધી શકે છે.

APMCના સભ્ય કૌશિકનું કહેવું છે કે, ટામેટા-કેપ્શિકમ જેવા શાકભાજીના ભાવમાં વધારા પછી તેમના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેને લીધે જથ્થાબંધ વેપારીઓથી લઇ રિટેલ વેપારીઓને ભારે નુક્સાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આખરે શા માટે ટામેટા થઇ રહ્યા છે લાલ

કૌશિકે કહ્યું છે કે, ટામેટાની કિંમતો હવે 160 રૂપિયા કિલોથી વધીને 220 રૂપિયા કિલો સુધી પહોંચી ગઇ છે. તેના કારણે રિટેલ માર્કેટમાં પણ તેના ભાવમાં વધારો થઇ શકે છે. ટામેટાના પાકના મુખ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સપ્લાઈમાં મુશ્કેલી આવી છે. ટામેટાની કિંમતોમાં વધારાને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે.

આઝાદપુર મંડીના હોલસેલર સંજય ભગતે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઇડ અને ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘણાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો પાસેથી શાકભાજી લાવવામાં સામાન્ય રીતે 6-8 કલાકનો સમય લાગી રહ્યો છે. જેને લીધે ટામેટાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઇ શકે છે.

આ બધાની વચ્ચે મધર ડેરીએ પોતાના રિટેલ સ્ટોરના માધ્યમે 259 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ટામેટા વેચવાનું શરૂ કરી દીધું છે. તેના પ્રવક્તાનું કહેવું છે કે, હવામાન ખરાબ થવાને લીધે પાછલા બે મહિનાથી દેશમાં ટામેટાની સપ્લાઈમાં મુશ્કેલી આવી રહી છે. દિલ્હીની સૌથી મોટી મંડી આઝાદપુરમાં ટામેટાની આવકમાં ઘટાડો આવ્યો છે. ઓછા જથ્થાને લીધે કિંમતોમાં વધારો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં ટામેટા મોંઘા મળવાને લીધે રિટેલમાં તેની કિંમતો પર અસર પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp