અરૂણાચલ પ્રદેશમાં આર્મીના ચીતા હેલિકોપ્ટર ક્રેશમાં બંને પાયલટના મોત

PC: aajtak.in

અરૂણાચલ પ્રદેશમાં ગુરુવારના રોજ સવારે 9.15 કલાકે ઈન્ડિયન આર્મીનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, ત્યાર બાદ ચાલેલા સર્ચ ઓપરેશનમાં સેનાને બંને પાયલટના મૃતદેહ મળ્યા હતા. આજે સવારે લગભગ 09:15 વાગ્યે આ હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઓપરેશનલ ઉડાન ભરી હતી અને તેના થોડા સમય બાદ હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં બોમડીલાની પશ્ચિમે મંડલા પાસે ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી. પાયલટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના સૂત્રોએ માહિતી આપી હતી કે તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં પાઈલટ અને કો-પાઈલટ હતા.

ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

અરુણાચલ પ્રદેશમાં ચિત્તા હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હોય તેવી આ પહેલી ઘટના નથી, ઓક્ટોબર 2022માં તવાંગમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. ત્યારબાદ આજે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને તેમાં સવાર પાઈલટમાંથી એકનું મોત થયું હતું. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાયલટનું નામ કર્નલ સૌરભ યાદવ હતું, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp