શું છે BJPની સતત અને જંગી જીતનું રહસ્ય? PM મોદીએ પોતે જણાવ્યું
પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડમાં જીત અને મેઘાલયમાં ધાર્યા કરતા વધુ સારા પ્રદર્શન બાદ દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ખુશ છે. ભાજપના હાઈકમાન્ડથી લઈને નીચે સુધીના કાર્યકરોએ જોરશોરથી જીતની ઉજવણી કરી. આ જીતની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં ઉજવવામાં આવ્યો. આ ઉજવણીમાં ખુદ PM મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો. અહીં PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપની સતત જીતનું રહસ્ય પણ જણાવ્યું.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીની સતત જીતનું રહસ્ય શું છે? આજે આ અવસર પર હું જણાવવા માંગુ છું કે આપણી જીતનું રહસ્ય ત્રિવેણીમાં છુપાયેલું છે. તેમણે કહ્યું કે ત્રિવેણી એટલે ત્રણ પ્રવાહોનો સંગમ. ત્રણ પ્રવાહના સંગમથી ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે શક્તિઓ છે, જેમાં પ્રથમ શક્તિ ભાજપ સરકારોના કામ અને વિકાસ યોજનાઓ છે. આમાં બીજી તાકાત છે આપણું વર્ક કલ્ચર. આ સિવાય આપણી ત્રીજી શક્તિ ખૂબ જ મજબૂત અને મહત્ત્વપૂર્ણ છે. આપણી ત્રીજી શક્તિ આપણા કાર્યકરો અને પક્ષ અને દેશ પ્રત્યેની તેમની સેવા છે. આ ત્રણેય શક્તિઓ સાથે મળીને કામ કરે છે અને ચૂંટણીમાં આપણને જીત અપાવે છે.
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે કેટલાક કટ્ટરપંથીઓ મારી કબર ખોદવાની વાત કરે છે. તેઓ મને મારવાની વાત કરી રહ્યા છે, પરંતુ આજના ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે કે આખા દેશમાં મોદીનું કમળ ખીલી રહ્યું છે. આમ આદમી પાર્ટી પર આડકતરી રીતે પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો 'મર જા મોદી-મર જા મોદી' કહી રહ્યા છે, પરંતુ આજે દેશ કહી રહ્યો છે કે 'મત જ મોદી-મત જા મોદી'.
PM મોદીએ કહ્યું કે અગાઉની સરકારો માત્ર સમસ્યાને ટાળતી હતી. તેઓએ સમસ્યાઓ તરફ નજર પણ કરી ન હતી, પરંતુ ભાજપે નીતિ બદલી છે. અમારી સરકારે મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે જનતાની સમસ્યાઓ અને દુ:ખ ભાજપને દેખાતું નથી. જનતાની મુશ્કેલીઓ જોઈને અમને ઊંઘ નથી આવતી અને અમે તેમનાથી મોં ફેરવી નથી લેતા, પરંતુ તેને દૂર કરવા માટે મુશ્કેલથી મુશ્કેલ પગલાં લઈએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp