મુંબઇના બોરવલી સ્ટેશને એસ્કેલેટર વાંરવાર કેમ ખોરવાઇ જાય છે?
રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણા સ્ટેશનો પર એસ્કેલેટર મુક્યા છે, જેથી મુસાફરો સામાન લઇને સરળતાથી જઇ શકે. ઘણી વખત તમે જોયું હશે કે સ્ટેશનો પર આવા એસ્કેલ્ટરો બંધ હોય છે.
સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશનના સેક્રેટરી નીતિન વોરાએ ગુજરાત સમાચાર સાથેની વાતમાં આરોપ લગાવતા કહ્યું હતું કે બોરિવલી સ્ટેશન પર એસ્કેલેટર બંધ કરવાનું એક ષડયંત્ર છે. કુલીઓનો ધંધો વધે તેના માટે વારંવાર બોરિવલી સ્ટેશને એસ્કેલેટરને બંધ કરી દેવામાં આવે છે. આ બાબતે વોરાએ PMO ઓફિસ સુધી રજૂઆત કરી છે.
એસ્કેલેટરને કારણે કુલીઓના ધંધા પર ફટકો પડતો હતો એટલે જાણી જોઇને એસ્કેલેટર બંધ કરી દેવામાં આવે છે. વોરાએ કહ્યું કે આ બાબતે અનેક વખત રેલવેને પણ રજૂઆત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp