26th January selfie contest

13 માસની બાળકીના ગુપ્ત ભાગે અડપલા કરનાર 55 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની કેદ

PC: aajtak.in

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં લાખણી તાલુકાના ખેરોલા ગામે એક 13 માસની બાળકીને ગુપ્ત ભાગે અડપલાં કરી ઇજા પહોંચાડનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારતા કોર્ટ રૂમમાં છન્નાટો છવાઈ ગયો હતો.

લાખણી તાલુકાના ખેરોલા ગામે તારીખ 14/03/2021 ના રોજ ઘર આંગણે એક 13 માસની બાળકી ઘોડિયામાં સૂતી હતી તે સમય તેની માતા બાજુના ખેતરમાં છાસ લેવા ગઈ હતી. તે સમય 55 વર્ષના હીરા રબારીએ આવી અને ઘોડિયામાં સુતેલી બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આનાથી બાળકી જોર જોરથી રડવા લાગતા તેની માતા દોડી આવી હતી જેમાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો.

જે બાબતે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જે કેસ દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ જજ કે એસ હિરપરા સમક્ષ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ ડી વી ઠાકોરે ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp