ખેતરે પાણી વાળવા ગયેલા અરવલ્લીના ખેડૂતનું ઠંડીથી ઠુંઠવાઇને મોત

PC: ti.news18.com

દર વખતની સરખામણી આ વખતની શિયાળાની સિઝનમાં ઠંડીનું જોર આખા ગુજરાતમાં રહ્યું હતું અને ઠંડીને કારણે લોકો ઠુઠવાઇ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં ઠંડીને કારણે બીજું મોત થયું હોવાની વાત સામે આવી છે. થોડા સમય પહેલાં રાજકોટમાં એક ખેડૂતનું ઠંડીને કારણે મોત થયું હતું તો હવે અરવલ્લીમાં એક ખેડૂત પણ ભારે ઠંડીને કારણે મોતને ભેટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અરવલ્લીના મોડાસામાં આવેલા ટીંટોઇ ગામથી એક કમનસીબ ઘટના સામે આવી છે. ખેતરમાં મોડી રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂતનું ઠંડીથી ઠુંઠવાઇ જવાના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ આડકતરી રીતે સરકાર પર આરોપ લગાવ્યો છે, ખેતરમાં રાત્રે વીજળી મળવાને કારણે પાણી વાળવા કડકડતી ઠંડીમાં જવું પડે છે જેને કારણે ભારે મુશ્કેલી થઇ રહી છે. આ પહેલાં રાજકોટમાં પણ ઠંડીને કારણે હાર્ટ એટેકથી એક ખેડૂતનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.

અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂત લવજીભાઈ વીરસંગભાઈનું ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયું હોવાની વિગતો મળી રહી છે. લવજીભાઇના પરિવારોએ કહ્યું હતું કે, રાત્રે ખેતરમાં પાણી વાળવાનું હોવાથી લવજીભાઇ ખેતરમાં ગયા હતા અને સવાર સુધી પાછા નહોતા ફર્યા એટલે તપાસ કરી તો તેમનો મૃતદેહ ખેતરમાં પડેલો મળ્યો હતો. અરવલ્લીમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી ઠંડીમાં ઠુઠવાઇ જવાને કારણે પડી જતા તેમનું મોત થયું છે. અરવલ્લીમાં અત્યારે ખેડૂતો ઘઉંનો પાક લઇ રહ્યા છે એટલે લવજીભાઇ પણ ઘઉંના પાકમાં પાણી વાળવા ખેતર ગયા હતા.

આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર ખાસ્સું વધારે રહ્યું છે અને ગામડાઓમાં ખુલ્લી જગ્યા અને વૃક્ષોને કારણે ઠંડીનો અનુભવ વધારે થતો હોય છે. ઉત્તર ગુજરાતના પાટણમાં ઠંડીનો પારો 8 ડીગ્રી જેટલો હતો.

ભારતમાં તો  ઠંડીને કારણે મોત થયા હોવાના ખાસ કિસ્સા બનતા નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં તો ઠંડીને કારણે મોટી સંખ્યામાં મોત થયા છે.અફઘાનિસ્તાનમાં થીજી ગયેલી ઠંડીમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે અને ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં સત્તાવાળાઓએ શ્વાસ સંબંધી બિમારીના વધતા જતા કેસને જોતા પાંચ દિવસનું લોકડાઉન લગાવી દીધું છે.

CNNના અહેવાલ મુજબ, ઠંડીને કારણે માત્ર માણસો જ નથી મરી રહ્યા, પરંતુ અત્યાર સુધીમાં 77,000 પશુઓ પણ મોતને ભેટ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp