
અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લીટર દૂધના ભાવો રૂ. 2 વધ્યા છે. આ ભાવો આજથી અમલ કરવામાં આવશે. અમૂલે 6 મહિનામાં દૂધના ભાવમાં બીજીવાર વધારો કર્યો છે.
અમૂલે 6 મહિનામાં બીજીવાર વધારો કર્યો
આજથી નવો ભાવ અમલી
ગોલ્ડની 500 એમએલની થેલી રૂ.32માં પડશે
દૂઘ ઉત્પાદન ખર્ચમાં થયો વધારો
અમૂલ દૂધનું વેચાણ મોટા પાયે થતું હોય છે ત્યારે દૂધના ભાવોમાં વધારો થતા પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરાયો છે. આજથી સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગુ પડશે. દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ભાવમાં વધારો કરાયો છે. અમૂલ ગોલ્ડની 500 એમ.એલ.ની થેલી હવે રૂ.320માં મળશે. અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના હવે 60 રૂપિયા ચૂકવવા પડશે. 6 મહિનાની અંદર આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે.
ભાજપ સરકારમાં મોંઘવારીનો માર!
— Jagdish Thakor (@jagdishthakormp) April 1, 2023
🔼અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો,
🔼અમૂલ શક્તિ 500 MLના રૂપિયા 29,
🔼ગોલ્ડ દૂધ 500 MLના 31,
🔼ડીટીએમ દૂધ 500 MLના 23,
🔼ટી સ્પેશિયલ 500 MLના હવે 30,
🔼બફેલો દૂધ 500 MLના 34 રૂપિયા
ક્યાં સુધી મોંઘવારીના નામે લોકોને લૂંટતી રહેશે સરકાર…
અમૂલ દૂધનું વેચાણ સમગ્ર જગ્યાએ ગુજરાત ઉપરાંત ભારતમાં થાય છે. અગાઉ અમૂલ દ્વારા ગુજરાત બહાર દૂધના ભાવોમાં વધારો કરાયો હતો ત્યારે ફરી પ્રતિ 500 ગ્રામની અમૂલ થેલીની ભાવમાં 1 રૂપિયાનો અને લીટરના ભાવમાં 2 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp