26th January selfie contest

હાર બાદ એક્શનઃ ગુજરાતમાં કોંગ્રેસે પોતાના 38 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા

PC: Khabarche.com

વિરોધી પક્ષને હરાવવા માટે ગુજરાત કોંગ્રેસે આ વખતે અભિયાન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મોટા નેતાઓને ઘરમાં બેસાડી રાખ્યા છે. કોંગ્રેસે નેતાઓને હચમચાવી દીધા છે. આનાથી સાબિત થાય છે કે કોંગ્રેસ કોઈને બક્ષવાના મૂડમાં નથી.

સુરેન્દ્રનગર કોંગ્રેસના પ્રમુખ રાયભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવાને પણ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ શિસ્ત સમિતિની આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ વખતે ડિસેમ્બર 2022માં કોંગ્રેસની શિસ્ત સમિતિની પુનઃરચના કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગની કુલ 71 ફરિયાદો મળી છે, જેમાં કુલ 95 કાર્યકરો સામેલ છે. જેમાં બે બેઠકમાં હાજર થયેલા કુલ 38 કાર્યકરો-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 18 અરજદારોને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમની રજૂઆતો તેમજ તેમની સામેની રજૂઆતોની ચકાસણી કરવાની જરૂર છે.

પાંચ અરજીઓ છે જેના પર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. સામાન્ય કેસમાં 8 લોકોને પત્ર લખીને ઠપકો આપવામાં આવ્યો છે. તથ્યોના અભાવે 11 અરજીઓ ફગાવી દેવામાં આવી છે. અને વધુ અભ્યાસ કરવાનો હોવાથી 4 કેસ આગામી બેઠક માટે પેન્ડીંગ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp