દેવાયત ખવડે લગ્ન અને ડાયરામાં જવા જામીન માગેલા, જાણો કોર્ટેનો નિર્ણય

PC: khabarchhe.com

દેવાયત ખવડના જામીન ફરી એકવાર ના મંજૂર થતા લોકસાહિત્ય કારને શિવરાત્રિ જેલમાં જ કરવી પડશે. અગાઉ હાઈકોર્ટમાં જામીન કરાયા બાદ આ વખતે સેશન્સ કોર્ટમાં જામીન કરાયા હતા. જે ના મંજૂર કરાયા છે.

હુમલાના કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરવામાં આવી હતી. કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી. દેવાયત ખાવડના વકીલે સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી શિવરાત્રિમાં સ્ટેજ પ્રોગ્રામમાં જવાનું કારણ દર્શાવી કરી હતી પરંતુ આ જામીન અરજી મંજૂર થઈ શકી નહોતી. હાઈકોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ જામીન ફગાવી દેતા દેવાયતની મુશ્કેલી ફરી વધી છે.

દેવાયત ખવડે મયુરસિંહ પર હુમલાના કેસમાં ઉહાપોહ થતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખાવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે અને 62થી વધુ દિવસ જેટલો સમયગાળો જેલમાં થઈ ગયો છે ત્યારે વચગાળાના જામીન પણ ફગાવી દેવામાં આવતા દેવાયતને જેલમાં વધુ સમય રહેવું પડશે. ચાર્જસીટ ફાઈલ કરાયા બાદ હવે દેવાયત ખવડ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ છે.

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા નામના યુવક પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો. આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp