મોડાસામાં એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા, મળ્યા 250 રૂપિયા

PC: khabarchhe.com

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકસાથે સાત દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામ્યો છે. દુકાનોમાંથી તસ્કરોને કાંઈ જ હાથે ન લાગ્યું પણ તસ્કરો ડીવીઆઈર લઈ ગયા પરંતુ રૂપિયાનો હાથ ફેરો કરવા જતા માત્ર 70 રૂપિયા અને 250 રૂપિયા હાથ લાગ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા સાત દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોડાસાના હજીરા-ગણેશપુર વિસ્તારમાં આવેલા ફટાકડાની બે દુકાન, માર્બલ, સ્પેરપાર્ટ તેમજ ખાનગી ફાઈનાન્સ મળીને સાત જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મોટાભાગની દુકાનોમાં રોકડ રકમ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેવું લાગ્યું, પણ કેટલીક દુકાનોમાંથી માત્ર 70 રૂપિયા કે 250 રૂપિયા તસ્કરોને મળ્યા હતા. તસ્કરો હવે આધુનિક બની ગયા હોય તેવા પુરાવા મળ્યા. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પીઆઈ એ દુકાનોની મુલાકાત લીધી હતી અને ફૂટ પ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા. જોકે તસ્કરો ક્યારે પોલીસના હાથે લાગશે, તે જોવું રહ્યું.

અરવલ્લીના મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જેમાં ચોલા ફાઈનાન્સ, બે ફટાકડાની દુકાનો, તેમજ માર્બલ સહિતની દુકાનોમાં ચોરી ની ઘટનાને અંજામ આપ્યો. અજીબ વાત એ છે કે, દુકાનોમાંથી માત્ર 70 250 અને 100 રૂપિયા મળ્યા હતા. તસ્કરોએ સીસીટીવીથી બચવા ડીવીઆર પણ લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp