
અરવલ્લી જિલ્લા સેવાસદન નજીક સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ ભરેલી કાર સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા. અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ લાઈન મારફતે ઠલવાઇ રહ્યો છે. જિલ્લાના માર્ગો પરથી દારૂની લાઈનો ચાલતી હોવાની ચર્ચાને સ્ટેટ મોનેટરીંગ સેલે મહોર લગાવતા જિલ્લા પોલીસતંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે. સ્ટેટ મોનેટરીંગ સેલે મોડાસા-શામળાજી રોડ પરથી વિદેશી દારૂ વિવિધ વાહનો મારફતે ઠાલવવામાં આવતો હોવાની બાતમી મળતા ધામા નાખ્યા હતા શામળાજી તરફથી દારૂ ભરેલી કારને ઝડપી પાડવા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે પીછો કરતા બુટલેગરને ગંધ આવી જતા મોડાસા નજીક સ્ટેટ વિજિલન્સનના વાહનને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારતા મહિલા PI અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતા બુટલેગરો દારૂ ભરેલી કાર મૂકી ભાગતા પીછો કરી દબોચી લીધા હતા.
સ્ટેટ મોનેટરીંગ સેલના મહિલા PI એન.એચ.કુંભાર અને તેમની ટીમે અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની આંખ નીચે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી વિવિધ વાહનો મારફતે થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ખાનગી વાહનો મારફતે જિલ્લાના માર્ગો પર પેટ્રોલિંગ હાથધરી શામળાજી-મોડાસા રોડ પર વોચ ગોઠવી હતી. રવિવારે વહેલી સવારે કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી તરફથી દારૂ ભરેલી કારનો પીછો કરતા ચબરાક બુટલેગરોને જાણ થતા મોડાસા જિલ્લા સેવાસદન નજીક બુટલેગરને અટકાવવા જતા બુટલેગરે દારૂ ભરેલી કાર સ્ટેટ મોનેટરીંગ સેલના ખાનગી વાહનને ટક્કર મારી ફરાર થવા જતા બંને વાહન ખોટકાઈ ગયા હતા. સ્ટેટ મોનેટરીંગ સેલના મહિલા PI અને પોલીસકર્મીઓ લોહીલુહાણ થતા બુટલેગરો કારમાંથી ઉતરી દોટ લગાવી હતી.
ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા મહિલા PI કુંભાર અને તેમની ટીમે બુટલેગરો ભાગતા જોવા મળતા લોહી નીતરતી હાલતમાં મહિલા PI અને તેમની ટીમે બંને બુટલેગરોનો પીછો કરી ઝડપી લીધા હતા. સવારે જિલ્લા સેવાસદન નજીક ફિલ્મનું શુટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટાઉન પોલીસને જાણ કરતા દોડી આવી હતી ઈજાગ્રસ્ત મહિલા PI અને પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડી પોલીસે દારૂ ભરેલ કાર ટાઉન પોલીસ સ્ટેશન ખસેડવા તજવીજ હાથધરી સ્ટેટ મોનેટરીંગ સેલની ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી કારમાં 25 થી વધુ દારૂની પેટી હોવાની પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp