PSI ભરતી કૌભાંડઃ ગૃહ વિભાગનો નિર્ણય- કરાઈમાં ટ્રેનિંગ લેનારાનું વેરીફિકેશન થશે

PC: khabarchhe.com

PSI ભરતી મામલે કરાઈમાં ટ્રેનિંગ લઈ રહેલા તમામ PSIની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારના બાયોમેટ્રીક વેરિફિકેશન કરવામાં આવશે. આ મામલે ડીજીપીએ કરાઈ પોલીસ એકેડમીના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાતા આ વેરીફેકેશન થશે.

ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય નકલી PSI મામલે લેવાયો છે. કરાઈ એકેડમીમાં હાલમાં તાલીમ લઈ રહેલા તમામનું વેરીફિકેશન કરવામાં આવશે. તડવીનું નામ સામે આવતા તમામના વેરીફીકેશન કરવામાં આવશે. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અગાઉ યુવરાજસિંહ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારથી તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો જેમાં 10 લોકોને ખોટી રીતે ભરતી અપાઈ હોવાનો આક્ષેપ છે ત્યારે તમામના વેરીફિકેશન અને ક્રોસ વેરીફિકેશન લઈને આ નિર્ણય લેવાયો છે.

કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં નકલી કોલ લેટરના આધારે તાલીમ લઈ રહેલા PSI મયુર તડવીના કિસ્સા બાદ રાજ્યનો ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. તડવીની ધરપકડ કરીને તેના 10 માર્ચના રીમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસ વિભાગ આ મામલે તેજીથી તપાસ ચલાવી રહ્યો છે.

જે બાદ રાજ્યના પોલીસ વડા અને પોલીસ તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયે કરાઈ એકેડમીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી જેમાં તમામના વેરીફિકેશન કરવામાં આવશે. આ મામલે સરકાર પર આકરા પ્રહારો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે યુવાનોમાં પણ વિશ્વસનિયતા ડગમાય એ પહેલા ઠોસ કારણો શોધવામાં આવી રહ્યા છે. જેમાં સંપૂર્ણ જવાબદારી અત્યારે પોલીસ વિભાગના સિરે છે ત્યારે આ મામલે એક પછી એક નિર્ણય તપાસના મામલે લેવાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp