બોસની ચાપલુસી કરવા માટે 38% કર્મચારીઓ બીમાર હોય તેમ છતા ઓફિસ પહોંચે છે

PC: twitter.com

સામાન્ય રીતે કેટલાક કર્મચારીઓ એવા હોય છે જે તાવ, શરદી, ઉધરસ જેવી તક્લીફમાં પણ ઓફિસ આવે છે. હકીકતમાં આ કેટલાક કર્મચારીઓની પ્રવૃત્તિ હોય છે. અમેરિકામાં હાલમાં જ થયેલા વન પોલ સરવેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો સામે આવી છે. સરવે મુજબ 38 ટકા કર્મચારીઓ બીમારમાં પણ ઓફિસ પહોંચે છે. કામ પ્રત્યે કેટલા સમર્પિત અને કટિબદ્ધ છે તે બાબત ઉપરનાં અધિકારીઓ અને સહ કર્મચારીઓને દર્શાવવા માટે આ કર્મચારીઓ ઓફિસ પહોંચે છે.

બીમાર હોવાની સ્થિતિમાં સહ કર્મચારીઓ ઓફિસ ન આવે તેમ 57 ટકા લોકો ઇચ્છે છે. સરવેમાં સામેલ કરવામાં આવેલા 42 ટકા લોકોનું કહેવુ છે કે, તેમને સહ કર્મચારીઓ પર ઓછો વિશ્વાસ રહે છે. 34 ટકા લોકો વધારે બીમાર હોવાની સ્થિતિમાં જ રજા લેવાનું પસંદ કરે છે. 21 ટકા લોકો કામ પ્રત્યે કેટલા સમર્પિત છે તે બાબત દર્શાવવા માટે ઓફ્સિ પહોંચે છે.

સરવેમાં જાણવા મળ્યુ કે, 18 ટકા લોકો પોતાના કામને યોગ્ય રીતે કરવા માટે બીજા પર વિશ્વાસ કરતા નથી. આ ખાંસી અને ઠંડીની સિઝનમાં જ્યારે તમે સામાન્ય શરદીનાં લક્ષણો અનુભવી રહ્યા છો અને ઓફિસ જવાની પણ જરૂર છે તો સાવધાની રાખવાની જરૂર છે. કેટલીક યોગ્ય દવા લેવાની જરૂર હોય છે. સાથે સાથે સહ કર્મીઓથી અંતર જાળવી રાખવામાં આવે તે પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp