ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, આ નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું

PC: Khabarche.com

ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કોંગ્રેસના એક કદાવર નેતાએ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમના દ્વારા રાજીનામુ આપી દીધું હોવાની વાત સામેં આવતા સમગ્ર પંથકમાં ગરમાવો આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 બેઠકોમાં કોંગ્રેસ પાસે દસાડા અને ચોટીલા હતી જે બેઠકો પર સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વગર જ ટિકિટની ફાળવણી કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. જેના ભાગ રૂપે તેમણે રાજીનામુ આપી દીધું હોવાની વાત સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો.

અહીં મુકવામાં આવેલા સ્થાનિક પ્રભારી સામે પણ આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમના દ્વારા પણ સ્થાનિક નેતાઓની અવગણના કરી હતી જેના કારણે કોંગ્રેસે બેઠક ગુંજાવવામાં આવી હતી.

જેના કારણે જિલ્લા પ્રમુખ પદ પર ન રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તેવામાં પ્રમુખના રાજીનામાંને પગલે અન્ય આગેવાનો પણ રાજીનામાં આવે તેવી શક્યતાઓ રાજકીય ચકડોળે ચડી છે. આ અંગે પાર્ટી દ્વારા વિચારણા કરવામાં આવે તો મોટું ભંગાણ થતાં અટકાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp