'એક મોટો કોરોના અમારી પાર્ટીમાં આવી ગયો' અશોક ગેહલોતે કોના વિશે આવું કહ્યું?

PC: Khabarche.com

રાજસ્થાનમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે દરરોજ શાબ્દિક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. હાલમાં જ સચિન પાયલટે પેપર લીક મામલામાં સવાલો ઉઠાવતા અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે આ તો મોટું જાદુ થઈ ગયું. હવે અશોક ગેહલોતે સચિન પાયલટને માત્ર થોડા ઈશારામાં કોરોના કહી દીધા છે. અશોક ગેહલોતે સરકારી અધિકારીઓની એક બેઠકમાં કહી દીધું કે અમારી કોંગ્રેસ પાર્ટીમાં મોટો કોરોના આવી ગયો. તેમણે નામ તો ન લીધું પરંતુ તે સ્પષ્ટ હતું કે તેમનો ઈશારો કઈ તરફ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો અશોક ગેહલોતની બુધવારે કર્મચારી સંઘના પ્રતિનિધિઓ સાથે બજેટ પહેલાની મીટિંગનો છે. આ બેઠક દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતાં અશોક ગેહલોતે કોઈનું નામ લીધા વિના કહ્યું, 'મેં લોકોને મળવાનું શરૂ કર્યું છે. પહેલા કોરોના આવ્યો, પછી અમારી પાર્ટીમાં પણ એક મોટો કોરોના ઘૂસી ગયો.'

તેમણે કહ્યું કે, પેટાચૂંટણી કે રાજ્યસભાની ચૂંટણી થઈ હોય, છતાં સરકાર કર્મચારીઓના સહકારથી ઉત્તમ યોજનાઓ લાવી છે. અશોક ગેહલોતની ટિપ્પણીને પાયલટ દ્વારા તેમની સરકાર પર વારંવારના હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે. સોમવારથી વિવિધ જિલ્લાઓમાં તેમની દૈનિક જાહેર સભાઓમાં, સચિન પાયલટ પેપર લીક, પક્ષના કાર્યકરોને બાજુ પર રાખવા અને નિવૃત્ત અમલદારોની રાજકીય નિમણૂકોના મુદ્દાઓ પર રાજ્ય સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

જણાવી દઈએ કે રાજસ્થાનમાં ડિસેમ્બર 2018માં કોંગ્રેસની સરકાર બની ત્યારથી સત્તાને લઈને અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. ઘણી વખત પાર્ટી હાઈકમાન્ડે સમજૂતી પણ કરાવી, પરંતુ થોડા દિવસોમાં જ સ્થિતિ ફરી જેવી હતી એવી જ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp