આપ નેતા ગોપાલ ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉપાડી ગઈ, જાણો આખો મામલો

PC: twitter.com

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.  વિધાનસભાની ચૂંટણી પહેલા બદનક્ષીની ફરીયાદ ગોપાલ ઈટાલિયા પર અગાઉ નોંધાઈ ચૂકી છે. હર્ષ સંઘવી સામે આ ટિપ્પણી બદલ ફરીયાદ કરવામાં આવી હતી.  જેથી આ મામલે અટકાયત કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે ધરપકડ બાદ જામીન પર મારો છૂટકારો થયો છે. 

આ મામલે CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનથી BJP એવી બોખલાઇ ગઈ છે કે હવે અમારા ગુજરાતના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. BJPનો બસ હવે એક જ ઉદ્દેશ છે કંઇ રીતે આમ આદમી પાર્ટીને ખત્મ કરવામાં આવે. એક એક કરીને બધાને જેલમાં નાખી રહ્યા છે આ લોકો.

ગોપાલ ઈટાલિયાને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાથમિક ધોરણે તેની અટકાયત માટે કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર કરવામાં આવેલી ટીપ્પણીને લઈને આ અટકાયત કરવામાં આવી છે.

આપ નેતા ગોપાલ ઈટાલિયા સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરીયાદ કરવામાં આવી હતી. આ ફરીયાદ તેમણે અગાઉ કરેલી ટીપ્પણી બદલ દાખલ કરાઈ હતી. ભાજપ કાર્યકર્તાએ આ ફરીયાદ અક્ષોભનીય શબ્દો મામલે કરવામાં આવેલી ટીપ્પણીના કારણે દાખલ કરાઈ હતી.  ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતમાં બેફામ નશાનો વેપાર થાય છે તેમ આક્ષેપ ઈટાલિયાએ લગાવ્યો હતો આ સાથે તેમણે આ ટીપ્પણી અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp