NCP તૂટી, અજિત પવારે ધારાસભ્યો સાથે શિંદે સરકારને સમર્થન આપ્યું, બન્યા DyCM

PC: twitter.com

રાજકારણના ચાણક્ય ગણાતા NCPનાસુપ્રીમો શરદ પવારને  તેમના ભત્રીજા અજિત પવારે રવિવારે રજાના દિવસે તગડો ઝટકો આપ્યો છે. અજિત પવાર અત્યારે તેમના સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થવા માટે રાજભવન પહોંચી ગયા છે અને અત્યારે મહારાષ્ટ્રની શિંદે સરકારમાં ડેપ્યુટી CM તરીકેના શપથ પણ લઇ લીધા છે. અજિત પવાર આ પહેલા પણ અનેક વખત બળવો કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર અજિત પવાર શિંદે-ભાજપ સરકારમાં સામેલ અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી અપેક્ષા હતી અને હવે એ સાચું પડ્યું છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓ પણ રાજભવન પહોંચી ગયા છે. અજિત પવાર સહિત તેમના સમર્થક મંત્રી પદના શપથ લીધા છે. અજીત પવાર સહિત 9 NCPના ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું છે. NCPના 9 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે, જેમાં ધર્મરાવ અત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે, હસન મુશ્રીફ, છગન ભૂજબલ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલિપ વલસે પાટીલ અને અજીત પવાર સામેલ છે.

રાજભવનમાં સવારથી રીતસરની તૈયારી શરૂ ચાલતી હતી. બપોરે અજિત પવારે ડેપ્યુટી CM તરીકેના શપથ પણ લઇ લીધા છે. નવાઇ પમાડે એવી વાત એ છે કે શરદ પવારના ખાસ અને નજીકના ગણાતા પ્રફુલ્લ પટેલ, દિલીપ વલસે, છગન ભૂજબળ પણ રાજભવનમાં હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp