CM કેજરીવાલની ધરપકડ પર અન્નાએ કહ્યું- તેમના કર્મોને કારણે...

On

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હજારેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, મને દુખ થાય છે કે  કેજરીવાલે મારી વાત ન માની અને તેઓ હવે આમાં અરેસ્ટ થઈ ગયા. જ્યારે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નવા-નવા અમારી સાથે આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે, હંમેશાં દેશની ભલાઈ માટે કામ કરવું, પરંતુ તેમણે આ વાત ધ્યાનમાં ન રાખી. હું હવે તેમને કોઈ સલાહ નહીં આપું. કાયદો અને સરકારને જે કરવું હશે તે કરશે.

તેમણે કહ્યું કે, હું એ વાતથી વધુ પરેશાન છું કે અરવિંદ કેજરીવાલ જેઓ મારી સાથે કામ કરતા હતા ત્યારે શરાબ સામે અવાજ ઉઠાવતા હતા, તેઓ હવે શરાબ નીતિઓ બનાવી રહ્યા છે. તેમની ધરપકડ તેમના પોતાના કર્મોને કારણે થઈ છે.

કેજરીવાલને રાજીનામું આપવું પડ્યું તો કોણ સંભાળશે CMની ખુરશી, આ 3 નામ ચર્ચામાં

2024ની લોકસભાની ચૂંટણીના થોડા દિવસ અગાઉ ગુરુવાર (21 માર્ચ)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડે દિલ્હીના રાજકારણમાં તોફાન લાવી દીધું છે. દિલ્હીના આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં 2 કલાકની પૂછપરછ બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે, જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો આગામી મુખ્યમંત્રી કોણ હશે? આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓનું તો એ જ કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને જેલમાં રહીને સરકાર ચલાવશે.

તેના પર જેલ પ્રશાસન અને કાયદાના જાણકારોનું કહેવું છે કે, કાયદાકીય રૂપે તેમાં કોઈ પરેશાની નથી, પરંતુ પ્રેક્ટિકલી એવું મુશ્કેલ છે કેમ કે મુખ્યમંત્રી હોવાના સંબંધે ફાઇલ સાઇન કરાવવા રોજ જેલમાં આવશે. એવામાં જેલ પ્રશાસન મુખ્યમંત્રી અને જેલની સિક્યોરિટી કંપ્રોમાઇઝ કરવા નહીં માગે. હવે સવાલ એ છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો તમારી પાસે વિકલ્પ શું છે? એવામાં પાર્ટી સામે પડકાર યોગ્ય નેતા સામે લાવવાનો છે, જે અરવિંદ કેજરીવાલની ગેરાહાજરીમાં દિલ્હી સરકારની જવાબદારી સંભાળી શકે. બીજી તરફ ચૂંટણી માથે છે તો પાર્ટીની કમાન સંભાળવા માટે પણ યોગ્ય નેતાની જરૂરિયાત હશે.

કોણ હોય શકે છે દિલ્હીના આગામી મુખ્યમંત્રી:

અરવિંદ કેજરીવાલના રાજીનામું આપવાની સુરતમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેને લઈને 3 નામોની સૌથી વધુ ચર્ચા છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ સાથે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનું નામ પણ ચર્ચમાં છે. સુનિતા કેજરીવાલ IRS અધિકારી રહી ચૂક્યા છે. બીજી તરફ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાના કારણે સૌથી મજબૂત દાવેદાર આતિશી અને સૌરભ ભારદ્વાજ માનવામાં આવી રહ્યા છે. આતિશી દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણાં, મહેસૂલ, PWD સહિત ઘણા વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે તો સૌરભ ભારદ્વાજ પણ દિલ્હી મંત્રી મંડળના મુખ્ય સભ્ય છે. તેમની પાસે શહેરી વિકાસ અને સ્વાસ્થ્ય સહિત ઘણી જવાબદારીઓ છે.

કોણ સંભાળશે AAPની કમાન?

આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 'મેં ભી કેજરીવાલ' નામથી હસ્તાક્ષર કેમ્પેઇન ચલાવ્યું હતું અને લોકોને સવાલ કરવામાં આવ્યો કે શું કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ. તેના જવાબમાં 90 ટકા લોકોએ કહ્યું કે, કેજરીવાલ પાસે દિલ્હીનો જનાદેશ છે અને તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેઓ જેલમાં રહે કે ગમે ત્યાં, મુખ્યમંત્રી તેઓ જ રહેશે. તેને લઈને દિલ્હી સરકારે સર્વે પણ કરાવ્યો અને તેમ પણ લોકોના મંતવ્ય હતા કે અરવિંદ કેજરીવાલને જ દિલ્હીના મુખ્યમંત્રીના પદ પર રહેવું જોઈએ. તો પાર્ટીના સંયોજક તરીકે આતિશી, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન અને સુનિતા કેજરીવાલના નામની ચર્ચા છે.

Related Posts

Top News

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

સમય મર્યાદા અને આત્મ-નિયંત્રણના પગલાં ઓનલાઈન ગેમિંગ વ્યસનની અસરોને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. IIT દિલ્હી અને AIIMS દ્વારા...
Lifestyle 
 IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજે તમને સત્તાધારી શક્તિનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati