
માથાભારે ગેંગસ્ટર અતીક અહમદ અને તેના ભાઈ અશરફનો આખરે અંત થયો છે. ઉત્તર પ્રદેશમાં અતીક અહમદ અને અશરફ પર પોલીસની હાજરીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, બંનેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહમદને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહેલા પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક અહમદ અને અશરફની મેડિકલ કોલેજ પાસે હત્યા કરવામાં આવી છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.
બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે. કહેવાય છે કે ફાયરિંગ સમયે જય શ્રી રામના નારા પણ સંભળાયા હતા. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ હુમલો પ્રયાગરાજમાં કોલ્વિન હોસ્પિટલ પાસે ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અહમદને લઈ જઈ રહી હતી.
#WATCH | Uttar Pradesh: Moment when Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed were shot dead by assailants while interacting with media.
— ANI (@ANI) April 15, 2023
(Warning: Disturbing Visuals) pic.twitter.com/PBVaWji04Q
આ દરમિયાન ત્રણ હુમલાખોરો અચાનક વચ્ચે પહોંચી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ કર્યા બાદ ત્રણેય હુમલાખોરોએ ગન ફેંકી દીધી હતી અને પોલીસ સામે હાથ ઊંચા કરીને સરેન્ડર કરી દીધું હતું. પોલીસે ઘટનાસ્થળેથી હુમલાખોરોને ઝડપી લીધા છે. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે કરવામાં આવ્યો છે.
#WATCH | Uttar Pradesh: Moment when Mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed were shot dead while interacting with media.
— ANI (@ANI) April 15, 2023
(Warning: Disturbing Visuals) pic.twitter.com/xCmf0kOfcQ
બંને પર ફાયરિંગ થયું ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે, જેનું નામ માન સિંહ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
ગોળી ચલાવનાર આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. આરોપીઓમાં લવલેશ તિવારી, સની, અરુણ મૌર્યની ઓળખ થઇ છે. આ ઘટના બાદ CM યોગી આદિત્યનાથે તાત્કાલિક ધોરણે હાઇ લેવલ મીટિંગ બોલાવી હતી, જેમાં DGP અને ADGને CM હાઉસ બોલાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળે SWAT કમાન્ડો પહોંચી ગયા છે અને આજુબાજુના જિલ્લામાં પોલીસ કાફલાને પ્રયાગરાજ બોલાવવામાં આવ્યો છે. હાલમાં પ્રયાગરાજમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp