ઓસ્ટ્રેલિયામાં પાંદડાના ધુમાડાથી PM મોદીનું સ્વાગત, જાણો શું છે સ્મોકિંગ સેરેમની

PC: khabarchhe.com

હાલ PM મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝે કોઈ કસર છોડી ન હતી. PM મોદી સિડનીના કુડોસ બેંક એરેના ખાતે પહોંચ્યા ત્યારે વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન PM મોદીનું પરંપરાગત 'સ્મોકિંગ સેરેમની' સાથે સ્વાગત કરવામાં આવ્યું, જેની ચર્ચા સર્વત્ર છે.

ઓસ્ટ્રેલિયામાં કોઈપણ મહત્ત્વપૂર્ણ અથવા શુભ પ્રસંગની શરૂઆત સ્મોકિંગ સેરેમનીથી કરવામાં આવે છે, જે અહીંનો પરંપરાગત રિવાજ છે. આ રિવાજમાં, સ્થાનિક છોડ (ઔષધીય) ના પાંદડાઓથી ધુમાડો  કરવામાં આવે છે. આ ઔષધીય ધુમાડા વિશે એવી માન્યતા છે કે તે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ તરફ દોરી જાય છે. એવું માનવામાં આવે છે કે  સ્મોકિંગ સેરેમની દુષ્ટ આત્માઓને દૂર કરી શકે છે. અગાઉ તેને બાળકના જન્મ સમયે અથવા દીક્ષા સમયે, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કરવામાં આવતી હતી. હવે વિદેશી મહેમાનોના સ્વાગત દરમિયાન પણ  સ્મોકિંગ સેરેમની કરવામાં આવે છે. આ વિધિ ઘણીવાર આદિવાસી સમુદાયના સભ્ય દ્વારા કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં ક્ષમતાની કમી નથી. ભારતમાં પણ સંસાધનોની કોઈ કમી નથી. આજે વિશ્વની સૌથી મોટી અને સૌથી યુવા ટેલેન્ટ ફેક્ટરી ભારતમાં છે. મને જાણીને આનંદ થયો કે તમે બધાએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. અમારા ક્રિકેટ સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે. ક્રિકેટના મેદાન પરની હરીફાઈ જેટલી રસપ્રદ છે, એટલી જ ઊંડી અમારી મેદાનની બહારની મિત્રતા છે. ગયા વર્ષે જ્યારે મહાન ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું ત્યારે ઓસ્ટ્રેલિયાની સાથે લાખો ભારતીયોએ શોક વ્યક્ત કર્યો હતો. એવું લાગતું હતું કે આપણે કોઈને ગુમાવ્યું છે. વડાપ્રધાન અલ્બેનિસે કહ્યું કે, મેં છેલ્લીવાર આ મંચ પર બ્રૂસ સ્પ્રિન્ગસ્ટીનને જોયા હતા અને વડાપ્રધાન મોદીને જે આવકાર મળ્યો હતો તે તેમને પણ મળ્યો નહોતો. વડાપ્રધાન મોદી બોસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp