ભાજપ નિષ્ફળતા છૂપાવવા બાબાને આગળ કરી રહી છેઃ ગુજરાત કોંગ્રેસ

PC: twitter.com

કોંગ્રેસે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, લોકસભા 2014 અને 2019 પછી વિજય પ્રાપ્ત કરી સત્તામાં આવનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે શું “બાબા”ઓના “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે? “બાબા”ની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે  સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે.

બાબા દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માંગ સાથે પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલાના ચુંટણી પ્રચાર સમયે રામદેવબાબા એ કાળાધન પરત આવશે, દેશમાં નાગરિકોને લાભ મળશે તેવી જોરશોરથી વાત કહી હતી. કાળુંધન તો પરત ન આવ્યું પરતું કરોડો-અબજો રૂપિયાનું સફેદ ધન સાથે  કેટલાય રફ્ફું ચક્કર થઇ ગયા. કાળાધન પર બોલનાર બાબા અત્યારે ક્યાં છે?  પેટ્રોલ-ડીઝલ 40 રૂપિયે જનતાને મળશે તેવા ઈન્ટરવ્યું આપી દેશની જનતાને વિશ્વાસ અપાવનાર 90 રૂ.-100 રૂ.ના ભાવે દેશની જનતા લુટાઈ રહી છે ત્યારે બાબા રામદેવ કેમ મૌન છે?. 2014માં 414નો ગેસનો બાટલો 1200 રૂપિયાનો થઇ ગયો તો બાબાઓ કેમ મૌન છે? 2014-2019ના લોકસભા ચૂંટણી પહેલા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો 2019માં બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી. ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 32000 શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે?

કોંગ્રેસે કહ્યું કે, ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે?. ગુજરાતમાં ફીક્ષ પગાર નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે? સુપ્રિમ કોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે?. ગુજરાતમાં આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના 10 લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચુકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પુરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે તે અંગે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? કોના સુધી પહોંચે છે? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.

કોંગ્રેસે કહ્યું હતું કે, બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે?. ગુજરાતની જનતા ખાસ કરીને ગૃહિણીઓ પર કૃપા કરવા વિનંતી છે. “નલ સે જલ”, સૌની યોજના, મનરેગા, રેતી, માટી, સહિતની ખનીજોની મોટાપાયે ચોરીઓ અને ભ્રષ્ટાચાર ક્યારે ઘટાડો થશે? દુર થશે? ગુજરાતની મા સમાન નદીઓ સાબરમતિ, તાપી, વિશ્વામિત્રી સહિતની નદીઓ ક્યારે શુદ્ધ થશે? ગુજરાતના નાગરિકો શુદ્ધ પીવાનું પાણી મળેશે? ગુજરાતમાં વારંવાર તુટતા બ્રીજો જેમ કે, હાટકેશ્વર બ્રીજ, મુમતપુરા બ્રીજ, સુરત, મોરબી, રાજકોટ, સહિતના પુલોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે? ગુજરાતના લાખો ખેડૂતોના કરોડો રૂપિયા, વિમાના પ્રિમીયમ ગાયબ થઈ ગયા અને ખેડૂતોનો પાક વિમો કોણ કોણ ચાઉં કરી ગયું? ગુજરાતમાં લાખો હેક્ટર ગૌચરની જમીન ક્યાં ક્યાં લોકો ગાયબ કરી ગયા? ગાયમાતા સહિત અબોલ જીવો માટે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા પર કૃપા કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp