ગુજરાતના ભાજપના ધારાસભ્યએ જ કહ્યું મારા જીવને જોખમ, માફિયાઓ મારી શકે છે

PC: twitter.com

ઉના વિધાનસભા બેઠકના બીજેપી ધારાસભ્ય કેસી રાઠોડે દાવો કર્યો છે કે ગુજરાતમાં બુટલેગરો અને જમીન માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ભાજપના ધારાસભ્યએ જીવનું જોખમ હોવાની વાત તેમણે એક સમૂહ લગ્નોત્સવમાં પણ કરી હતી.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે કહ્યું, 'હું આ ધમકીથી ડરી ગયો છું, કારણ કે બે વર્ષ પહેલા મારા પર હુમલો થયો હતો અને મને ઈજાઓ થઈ હતી. હવે સરકારે મારી સુરક્ષા માટે બે SRP જવાન આપ્યા છે, પરંતુ જો કોઈ મને ગોળી મારવા માંગે તો તે કરશે, કારણ કે ગુનેગારો ગુના કરતા ડરતા નથી.

તેમણે કહ્યું કે તેમને આશંકા છે કે  બુટલેગરો અથવા તેમના વિસ્તારના કે અન્ય ભૂમિ માફિયાઓ, જેમની વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો છે તેમને શૂટર્સ અથવા ગુંડાઓ દ્વારા મારવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે સ્થાનિક કે અન્ય ગુજરાત બહારના પણ હુમલો કરી શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે પણ તેમને પોતાના જીવને ખતરો હોવાનું મહેસુસ થયું છે ત્યારે તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી છે. રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે બે બુટલેગરોરો સામે ફરિયાદો છે અને ભૂતકાળમાં તેમના પર હુમલો કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પોતાના હિત માટે આવા કૃત્ય કરવામાં આવતી હોય છે. ભૂમિફાઈયાઓની પાછળ રાજકિય હાથ હોય છે. નુકશાન કરવા માટે આ કૃત્ય કરી શકે છે. પડદા પાછળ રાજકિય લોકો આવું કરી શકે છે. આ બાબતે ચોક્કસ કહેવું શક્ય નથી. તમારી પાસે સુરક્ષા જવાનો હોવા છતાં પણ દેશમાં હુમલાની ઘટનાઓ બની જ છે. અગાઉ મારી એકલતાનો લાભ લઈને ફાયરીંગ અગાઉ થયું હતું. આવનાર દિવસે કન્ફર્મ કરી પોલીસને જાણ કરીશું.

ભાજપના ધારાસભ્ય કે.સી. રાઠોડે દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. ધારાસભ્યએ કહ્યું કે તેમની પર અગાઉ હુમલો થઈ ચૂક્યો છે. તેમને ડર છે કે તેમના પર જીવલેણ હુમલો થઈ શકે છે. રાઠોડે ઉના મતવિસ્તારમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 40,000 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp