ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં 1737 કરોડ ખર્ચેલા અને કોંગ્રેસે...

લોકસભા 2024ની ચૂંટણી પુરી થયાના 8 મહિના પછી ભાજપે 22 જાન્યુઆરી 2025ના દિવસે ચૂંટણીમાં કેટલો ખર્ચ થયેલો તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી પુરી થયાના 90 દિવસની અંદર ખર્ચનો રિપોર્ટ રજૂ કરવાનો હોય છે.
ચૂંટણી પંચે 30 જાન્યુઆરીએ બહાર પાડેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી માટે કુલ 1737.68 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો. જેમાંથી 1492.39 કરોડ પ્રચાર માટે અને 245.29 કરોડ ઉમેદવાર પાછળ ખર્ચેલા
તેની સામે કોંગ્રેસે લોકસભા 2024 ઉપરાંત 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સહિત કુલ 584.65 કરોડનો ખર્ચ કર્યો હતો. મતલબ કે ભાજપે કોંગ્રેસ કરતા 3 ગણો વધારે ખર્ચ કર્યો હતો.
ભાજપે 2019માં લોકસભાની ચૂંટણીમાં 1264.33 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો. જે આ વખતે 37 ટકા વધારે છે. જાહેરાત પાછળ ભાજપે 611 કરોડ રૂપિયા ખર્ચેલા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp