સી.આર.પાટીલે કહ્યું- મેં મુખ્યમંત્રીને પણ પત્નીથી ગભરાતા જોયા છે, હું પણ...

સી. આર. પાટીલે એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી એવી મજાકિયા વાત કરી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બધા નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, માયાભાઇના પત્ની  આવશે અને હું કંઇક કહીશ, પણ માયાભાઇએ તકેદારી રાખી અને પત્નીને સ્ટેજ પર ન આવવા દીધા. ગભરાય છે. આમ તો પત્નીથી બધા ગભરાય છે. જે ન ગભરાતા હોય તે હાથ ઉંચો કરે. પાટીલે કહ્યું કે મેં અમારા મુખ્યમંત્રીને પણ ગભરાતા જોયા છે. હું પોતે પણ ગભરાઉં છું. તમારું ઘરમાં ક્યાં ચાલવાનું છે.

https://khabarchhe.com/uploads/mc_path/16990951301.jpg

થોડા દિવસ પહેલા મહિના સન્માનમાં સી.આર.પાટીલે ઘણી વાતો કરી હતી અને ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બહેનો આજે પોતાના ઘરની જવાબદારી સંભાળવાની સાથે આર્થિક ઉપાર્જન પણ કરી રહી છે. સાથે સમાજની દૂધની જરૂરીયાતો પૂરી કરી સફેદક્રાંતિમાં પણ સહયોગ આપી રહી છે. ઘરમાં પતિની આવક ઓછી હોવાના કારણે બાળકોને ભણાવવામાં અને અન્ય જગ્યાએ કોમ્પ્રોમાઇસ કરવું પડતું હોય છે પરંતુ જ્યારે બહેનો કમાય છે ત્યારે તેઓ પોતાની જરૂરીયાતો અને બાળકોને ભણાવવાથી માંડીને પોતે બચત પણ કરે છે. દૂધ મંડળીઓની જે આવક છે તેમાં બહેનો આત્મવિશ્વાસ દેખાય છે.

https://khabarchhe.com/uploads/mc_path/16990951302.jpg

સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન હંમેશા નારી શક્તિને મજબૂત કરવા માટે અનેક યોજનાઓ લાવ્યા છે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે યોજનો અમલમાં મૂકી અને તેમની નીતિઓમાં ફેરફાર કરી દૂધના સારા ભાવ મળે તેવું આયોજન કર્યું હતું. આજે આખા દેશમાં ડેરી ક્ષેત્રેનો સૌથી સારો કારભાર ગુજરાતમાં ચાલે છે. દૂધની સફેદ ક્રાંતિ લાવ્યા ત્યારે ડેરીઓને જરૂર પડે ગ્રાન્ટ આપી અને તેમાં વહીવટમાં બહેનોને સમયસર પૈસા મળે તેમજ મંડળીઓના સારા વહીવટને કારણે આજે દૂધના સારા ભાવો મળી રહ્યા છે. બહેનોને માટે સરકાર દ્વારા અકસ્માત વીમો, સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મુકવામાં આવી છે.જેના વિષે બહેનોને જાણકારી આપી હતી.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.