કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, આ મુદ્દા પર આપશે ભાષણ

PC: khabarchhe.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં બ્રિટન જશે જ્યાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈશ, જે મારી સંસ્થા રહી છે, અને બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપીશ. રાહુલ ગાંધીએ કહ્યું, હું ભૂરાજનીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધ, 'બિગ ડેટા' અને લોકતંત્ર સહીત ઘણા ક્ષેત્રોના કેટલાક પ્રતિભાશાળી લોકો સાથે સંવાદ કરવા માટે ઉત્સુક છું.

કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલે કહ્યું કે તે રાહુલ ગાંધીનું ફરીથી સ્વાગત કરીને ખુશ છે. તેમણે ટ્વીટ કર્યું, રાહુલ ગાંધી કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે અને બિગ ડેટા અને લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર સંવાદ આપશે. બ્રિટન જતા પહેલા રાહુલ ગાંધી રાયપુરમાં 24-26 ફેબ્રુઆરીએ કોંગ્રેસના 85માં પૂર્ણ સત્રમાં ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ગયા વર્ષે મે મહિનામાં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા હતા, ત્યારે તેમના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. વાસ્તવમાં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ 'આઈડિયાઝ ફોર ઈન્ડિયા' કોન્ફરન્સમાં સત્તારૂઢ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ સંસદ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓને કામ કરવા દેતા નથી. ત્યારે ભાજપે રાહુલના નિવેદન પર તેમની ટીકા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp