હું નહીં જાવ, CBI પોતે આવશે મારા ઘરેઃ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક

PC: twitter.com

પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના મામલે નવો વળાંક આવ્યો છે, તેમને CBIએ જૂના એક સ્કેમમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. પરંતુ હવે ખબર આવી રહી છે તેમને પૂછપરછ માટે જવાનું નથી. સત્યપાલ મલિકે કહ્યું હતું કે, CBI ઓફિસ મારે નથી જવાનું, પરંતુ CBIના અધિકારીઓ મને મળવા પોતે મારા ઘરે આવવાના છે. CBIનું સમન મળ્યા બાદ આ વાત સામે આવી હતી અને કેન્દ્ર સરકારની વિપક્ષે ઝાટકણી કાઢી હતી કે, પુલવામા વિશે સ્ટેટમેન્ટ આપવાને કારણે સત્યપાલ મલિકને હવે હેરાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ સત્યપાલ મલિકે પોતે આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, CBIએ સમન નથી મોકલ્યું પરંતુ સ્પષ્ટીકરણ માગ્યું છે. સત્યપાલ મલિકે કહ્યું હતું કે, CBI તેમનું વેરિફિકેશન કરવા માટે આવવાની છે. CBIના અધિકારીઓ સાથે તેમની વાત થઈ છે. UGX 

એવી ખબર આવી હતી કે, CBIએ જમ્મુ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સમન પાઠવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં તેમના રાજ્યપાલ રહેતા 300 કરોડ રૂપિયાની લાંચની રજૂઆતના કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. સત્યપાલ મલિકે જણાવ્યું કે, તે ભ્રષ્ટાચારના આ કેસમાં થોડી વસ્તુઓ પર સ્પષ્ટીકરણ ઈચ્છે છે. તેનાથી મને મૌખિક રીતે 27 અને 28 એપ્રિલના રોજ સુવિધાનુસાર ઉપસ્થિત થવા કહ્યું છે. જો કે, અત્યાર સુધી CBIએ સત્યપાલ મલિકના આ દાવાની પુષ્ટિ કરી નથી.

ગયા વર્ષે ઓક્ટોબરમાં CBIએ રિલાયન્સ ઈન્શ્યોરન્સ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. રિલાયન્સ ઈન્શ્યોરન્સ કેસમાં સત્યપાલ મલિકને CBI દ્વારા બોલાવવાના સમાચાર સામે આવ્યા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, આખરે વડાપ્રધાન મોદીથી ન રહેવાયું. સત્યપાલ મલિકે દેશ સામે તેમની પોલ ખોલી દીધી. હવે CBIએ મલિકજીને બોલાવ્યા છે, એ તો થવાનું જ હતું.

શું છે કેસ?

સત્યપાલ મલિકને વર્ષ 2018માં રાજ્યપાલ તરીકે જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધું હતું. ત્યારબાદ તેમને રાજ્યપાલ તરીકે મેઘાલય મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમણે દાવો કર્યો કે, તેમને 23 ઑગસ્ટ 2018 થી 30 ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કશ્મીરના રાજ્યપાલના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન 2 ફાઈલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની રજૂઆત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, કાશ્મીર ગયા બાદ તેમની પાસે મંજૂરી માટે 2 ફાઈલો આવી હતી. તેમાંથી એક ફાઇલ અંબાણી અને બીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી વ્યક્તિની હતી, જે ગત મેહબૂબા મુફ્તીના નેતૃત્વવાળી PDP-BJP ગઠબંધન સરકારમાં મંત્રી હતા અને વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)ના ખૂબ નજીક હોવાનો દાવો કરતા હતા. સત્યપાલ મલિકે કહ્યું હતું કે, મને બંને વિભાગોના સચિવો દ્વારા સૂચિત કરવામાં આવ્યા કે આ એક કૌભાંડ છે અને મેં તેના અનુરૂપ જ બંને ડીલ્સ રદ્દ કરી દીધી હતી. સચિવોએ તેમને કહ્યું હતું કે, તમને દરેક ફાઇલને પાસ કરવા માટે 150 કરોડ રૂપિયા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp