મહા શિવરાત્રીની તૈયારીઓને લઈને બે જૂથ વચ્ચે અથડામણ, કલમ 144 લાગુ

PC: thequint.com

ઝારખંડના પલામુ જિલ્લામાં બુધવારે એક બજારમાં 'તોરણ ગેટ' (એન્ટ્રી ગેટ) લગાવવાને લઈને લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે આ વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના પંકી ગામમાં અથડામણ શરૂ થઈ હતી. પ્રારંભિક અહેવાલ મુજબ મહા શિવરાત્રીની તૈયારીઓને લઈને હિંસા ફાટી નીકળી હતી. લોકોએ એકબીજા પર ઇંટો અને લાઠીઓ વડે હુમલો કર્યા બાદ સ્થિતિ વધુ વણસી હતી.

આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. બંને તરફથી થયેલા પથ્થરમારાના કારણે રસ્તા પર પાર્ક કરાયેલા કેટલાય ટુ-વ્હીલર અને કારને નુકસાન થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હિંસક ટોળાએ કેટલાક ઘરોને પણ સળગાવી દીધા હતા. હિંસાનું કેન્દ્ર પલામુની મસ્જિદ ચોકની નજીકનો વિસ્તાર હોવાનું કહેવાય છે.

ઘટના સ્થળે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને શાંતિ જાળવવા માટે 100થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પલામુના પંકીમાં બે જૂથો વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્રણ પોલીસ સ્ટેશનોની ટીમોની હાજરી સાથે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે," પલામુના એસપી સીકે સિંહાએ જણાવ્યુ.

તરહસી, પિપ્રતંડ અને લેસલીગંજના પોલીસ સ્ટેશનોના પોલીસ કર્મચારીઓને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા કેટલાક બદમાશોની પણ અટકાયત કરી હોવાના અહેવાલ છે. સ્થિતિનો તાગ મેળવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હિંસાને કારણે કેટલાક શાળાના વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડમાં અટવાયા હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp