કોંગ્રેસ તેના કાર્યકાળમાં સહકારી સંસ્થાઓનો દુરુપયોગ કરતી: BJP નેતા પ્રદિપસિંહ

PC: khabarchhe.com

ભાજપે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદી મુજબ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેની જવાબદારી સ્વીકાર્યા પછી કેન્દ્રમાં પહેલી વાર સહકારી ક્ષેત્રે અલગથી ખાતુ બનાવ્યું જેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિત શાહને આપી છે.

ગુજરાત અને દેશમાં સહકારી ક્ષેત્રે અમિત શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના કામોમાં પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. સહકારી ક્ષેત્ર દેશની પ્રગતીમાં મજબૂત પાયો બની રહ્યુ છે આવા વિકાસલક્ષી કાર્યોથી પ્રેરણા લઇ આજે અમુલ ડેરીના ડિરેક્ટરો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જેમા જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમુલ ડેરીના ડિરેકટર સિતાબેન પરમાર, કપંડવજ અમુલ ડેરીના ડિરેકટર શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમુલ ડેરીના ડિરેકટર ઘેલાભાઇ ઝાલા જોડાયા.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઇ રહી છે. ગુજરાત રાજ્યમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બની છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકાળમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનુ નેતૃત્વ આ સંસ્થાઓનો દુરઉપયોગ કરતી હતી એટલે પશુપાલકો અને ખેડૂતોએ ભાજપના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે અને આજે રાજ્યના મોટા ભાગના એપીએમસી સહિત સહકારી માળખામાં ભાજપના કાર્યકરો સેવા આપી રહ્યા છે. આજે ખેડા અને આંણદ જીલ્લાના સહકારી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનુ પક્ષમાં હ્રદયથી સ્વાગત કરું છું. આગામી સમયમાં આ ચારેય ડિરેકટરઓ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત કરવા કામ કરશે તેવી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp